તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતનો વોર્ડ નંબર 26 ગોડાદરા ડિંડોલીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાના કામો હજી સુધી પૂર્ણ થયા નથી.આ વિસ્તારમાં આંતરિક રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.પરપ્રાંતીય વિસ્તાર હોવાને કારણે આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા વધુ ધ્યાન આપવામાં ન આવ્યો હોય તેવું લોકોને લાગી રહ્યું છે. રસ્તામાં રખડતા ઢોરોનો ત્રાસ માથાના દુઃખાવા સમાન છે. રસ્તાને સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સ્વચ્છતા પણ થતી નથી અને ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી.સુરતમાં હજી પણ એવા કેટલાક વિસ્તારો છે. જ્યાં આગળ પ્રાથમિક સુવિધા યોગ્ય રીતે આપવામાં આવી રહી નથી. સુરત કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન આ પ્રકારના સ્થાનિક પ્રશ્નો ખૂબ ચર્ચામાં રહે છે. પાણી ગટર અને રસ્તાની સમસ્યા જે પોશ વિસ્તાર છે તેને બાદ કરતાં તમામ વિસ્તારોમાં જોવા મળે છે.
રખડતા ઢોરનો ત્રાસ
વિકાસ મિત્રના કહેવા પ્રમાણે, તેમના વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ જોવા મળી રહે છે. જે રીતે સુરતના અન્ય વિસ્તારો ભટાર વિસ્તારમાં થતાં વિસ્તારમાં ઢોરનો ત્રાસ છે, એવો જ ત્રાસ ગોડાદરા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. જોકે ક્યારેક મહાનગરપાલિકાના ઢોર પાર્ટી ટીમ દ્વારા આ ઢોરને લઈ જવા માટે પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવે છે જે દુઃખ છે. કોર્પોરેશનને પોલીસ બંદોબસ્ત સાથે સકતા પૂર્વક આ કામગીરી કરવી જોઈએ.
સ્વચ્છતાનો અભાવ
સુધા સિંહના કહેવા પ્રમાણે અમારા વિસ્તારની અંદર કચરા લઈ જવા માટે નિયમિત પ્રમાણે આવતા નથી. ઘણી વખત તો અમે પોતે ઘરનો કચરો એકત્રિત કરીને રાખીએ છીએ અને જ્યારે મહાનગરપાલિકાની કચરાની ગાડીઓ અમારા ઘરના નજીકથી પસાર થાય છે ત્યારે પોતે જઇને તેમને આપી આવીએ છીએ.પરંતુ તેઓ અમારા ઘર સુધી લેવા આવતા નથી. જો અમે કચરો તેમને આપવા જઈએ તો અમારા ઘરની આસપાસ જ કચરાનો ઢગલો થઈ જાય તેવી સ્થિતિ છે. અને તેને કારણે રોગચાળા ફેલાવાની શક્યતા છે. કોર્પોરેશન દ્વારા અમારા વિસ્તારને ગંભીરતાથી લેવામાં આવતું નથી.
ઉનાળામાં પાણીની સ્થિતિ વિકરાળ
કલ્યાણી રાજપૂત દ્વારા જણાવાયું હતું કે, સુરત ખૂબ મોટું શહેર છે, કોર્પોરેશનમાં પણ વારંવાર તમામ શહેરીજનોને પાણી આપવામાં આવી રહ્યું છે. એ પ્રકારની વાત થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. ગોડાદરા વિસ્તારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઉનાળાના મે અને જૂન મહિનામાં સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે, પીવાના પાણી માટે પણ ટેન્કરો આવે છે. જ્યારે લડાઈ ઝઘડા થાય છે અને તેને કારણે અમારા વિસ્તારની અંદર વાતાવરણ ખૂબ જ હોય છે. વિશેષ કરીને મહિલાઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામાન્ય બની જાય છે.
પોશ વિસ્તાર કરતાં વિપરીત સ્થિતિ
વિનેશ દુબે જણાવ્યું કે, સુરતના પીપલોદ અઠવાગેટ વિસ્તારની અંદર કોર્પોરેશન દ્વારા ચીવટપૂર્વક કામગીરી કરીને સ્વચ્છતા રાખવામાં આવે છે પરંતુ એનાથી બરાબર વિપરિત સ્થિતિ ગોડાદરા વિસ્તારમાં જોવા મળી રહી છે સામાન્ય દિવસોમાં તો ઠીક ચોમાસા દરમિયાન પણ મચ્છરોનો નાશ કરવા માટે કોર્પોરેશન દ્વારા જે કામગીરી થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે અમારા વિસ્તારના બાળકોમાં મેલેરીયા તેમજ અન્ય મચ્છરજન્ય રોગો નો પ્રભાવ ચોમાસા દરમિયાન વધી જાય છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.