તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેંચતાણ:​​​​​​​સુરતમાં પાલિકાની ચૂંટણી માટે મુરતિયાઓનું ચિત્ર સ્પષ્ટઃ 1949 દાવેદારોમાંથી 300થી વધુ પ્રબળ દાવેદારમાંથી ટિકિટની વહેંચણી થશે

​​​​​​​સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપ દ્વારા ઉમેદવારોને સાંભળ્યા બાદ હવે આગામી સમયમાં ટિકિટની વહેંચણી કરવામાં આવશે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ભાજપ દ્વારા ઉમેદવારોને સાંભળ્યા બાદ હવે આગામી સમયમાં ટિકિટની વહેંચણી કરવામાં આવશે(ફાઈલ તસવીર)
  • 30 વોર્ડની 120 બેઠક પર ચૂંટણી લડવા ભાજપમાંથી અનેક આગળ આવ્યા

સુરત મનપાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ભાજપ દ્વારા બે દિવસ સુધી ઉમેદવારોને સાંભળવામાં આવ્યાં હતાં. પાલિકાની 30 વોર્ડની 120 બેઠકો માટે ચૂંટણી જંગમાં ઝૂકાવવા માટે 1949 લોકોએ દાવેદારી કરી છે. ત્યારે પક્ષ દ્વારા 300થી વધુ પ્રબળ દાવેદાર નક્કી કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ 300 પ્રબળ દાવેદારમાંથી 120 મુરતિયાઓને ભાજપ ટિકિટ આપીને ચૂંટણી લડાવશે. જો કે હાલ પ્રબળ દાવેદારના લિસ્ટમાં ન સમાવાયેલા કાર્યકરો દ્વારા નેતાઓ પાસે લોબિંગ કરાવવાનું શરું થઈ ગયાનું સામે આવી રહ્યું છે.

પ્રબળ દાવેદારો
પાલિકાની ચૂંટણી માટે વર્તમાન કાઉન્સિલરની સાથે સાથે ગત ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારોએ પણ ટિકિટ માંગી છે. ત્યારે ભાજપ દ્વારા આ વખતે 55 વર્ષથી વધુનાને ટિકિટ નહિં અપાય તેવી પક્ષ પ્રમુખની જાહેરાત બાદ ઘણાના નીમ નીકળી ગયા છે. વોર્ડ નંબર 2ની વાત કરીએ તો અહિં લોકોના કામો કરીને જાણીતા થયેલા જીતુ બલર પ્રબળ દાવેદાર મનાય છે જ્યારે વોર્ડ નંબર આઠ માટે આકાશ વાઢેરનું નામ પ્રબળ દાવેદાર તરીકે છે. જ્યારે જ્યારે વોર્ડ નંબર ચારમાં બાબુ જીરાવાળા, વોર્ડ નંબર 13માં મનોજ રાણા અને વોર્ડ નંબર 19માં મુકેશ પટેલ તથા વોર્ડનંબ 1માં બિના પટેલ પ્રબળ દાવેદાર હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

સૌથી ઓછા દાવેદાર વોર્ડ ન.4 કાપોદ્રામાં
ભાજપની ટિકિટ પરથી મનપા ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું.સહુથી વધુ મુરતિયાઓ વોર્ડ ન.10 ( અડાજણ-પાલ-ઇચ્છાપોર)માંથી સામે આવ્યા હતા.અહીં 103 લોકોએ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા દાવેદારી કરી હતી.જયારે સહુથી ઓછા દાવેદારો વોર્ડ ન.4 કાપોદ્રામાંથી સામે આવ્યા હતા.અહીંથી 36 લોકોએ દાવેદારી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો