સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન પ્રયાસ શરૂ કરાયા છે. શહેરમાં ગંદકી ઓછી થાય તેના માટેના નવતર પ્રયોગ પણ શરૂ કરી દેવાયા છે. મનપા દ્વારા હવે ગંદકી ફેલાવનારાઓને ઝડપી પાડવા માટે સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે.
મનપાનો સીસીટીવી ગોઠવવાનો પ્રયાસ સફળ
સુરત મનપા દ્વારા જે વિસ્તારમાં સૌથી વધુ ગંદકી સ્થાનિક લોકો દ્વારા ફેલાવવામાં આવી રહી હતી. તેવા પોઇન્ટને શોધી કાઢ્યા છે. અંદાજે સુરત મનપા દ્વારા 200 પોઇન્ટ શોધી કાઢવામાં આવ્યા છે કે, જ્યાં લોકો ખૂબ ગંદકી કરે છે. આ તમામ સ્થળ ઉપર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવાનું શરૂ કરાયું હતું. જેમાં સુરત મહાનગરપાલિકાને ખૂબ સારી સફળતા મળી રહી છે. અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 1570 લોકોને કેમેરામાં ગંદકી કરતા ઝડપી પાડ્યા છે. તેમાંથી 863 લોકો પાસે પાલિકાએ 70 હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. પાલિકા દ્વારા હજી 449 લોકો જેવો કેમેરામાં ગંદકી કરતા દેખાયા છે. તેમને શોધવાનું શરૂ કર્યું છે.
મનપા વધુ દંડ ફટકારવામાં મૂડમાં
મનપા દ્વારા આગામી દિવસોમાં વધુ ન્યુસન્સ પોઈન્ટને ઓળખીને ત્યાંથી ગંદકી ફેલાવનારાઓને ઝડપી પાડવા માટેની દિશામાં નિર્ણય લેવાઈ રહ્યા છે. આવા લોકોને આઈડેન્ટિફાઇડ કરીને ઈ મેમોની જેમ એમને પણ મેમો આપવામાં આવે એ દિશામાં સુરત મહાનગર પાલિકા વિચારી રહી છે. હજી પણ કેટલાક વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકા પ્રથમ આવવા માટે એડી ચોટીનું જોર લગાડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.