એક્સક્લૂઝિવ:સુરત પાલિકાએ નવા બિલ્ડિંગની 16 માળની ડિઝાઇન બતાવી, PM મોદીએ ડિઝાઇન બદલી 29 માળ કરાવ્યા

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોદીએ કહ્યું, ‘પાલિકાના બિલ્ડિંગમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ઓફિસો પણ સમાવી લો’
  • સોલરથી ચાલે તેવા નવા બિલ્ડિંગના બેઝમેન્ટમાં 3 માળનું પાર્કિંગ, હેલિપેડ બનાવાશે

રિંગ રોડ પર જૂની સબજેલવાળી જમીન ઉપર મહાપાલિકાનું નવું ભવન સાકાર થવાનો માર્ગ મોકળો થયો છે. સોમવારે ગાંધીનગરથી રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં વડાપ્રધાન મોદીએ કેટલાંક સૂચનો કર્યાં હતાં, જેને ધ્યાનમાં રાખી પાલિકાએ 14 માળના બિલ્ડિંગને 28 માળ જ્યારે વધુ એક 29 માળનું એમ 2 ગગનચુંબી બિલ્ડિંગ નિર્માણ કરાશે. વડાપ્રધાને બંને ભવનોમાં રાજ્ય-કેન્દ્ર સરકારના વિભાગોને પણ સમાવી લેવા સૂચન કર્યા હતા. આઇટી, જીએસટી, ઇરિગેશન, વીમા કંપની અને બેંકોને પણ સમાવી લેવાશે. અઆ નવું ભવન 108.9 મીટર ઊંચું અને 21 લાખ ચોરસ ફૂટ બાંધકામ ધરાવતું હશે.

1.85 મીટરની FSI વધારે મળતાં 7 લાખ સ્ક્વેરફૂટ વધુ બાંધકામ કરી શકાશે
પાલિકાના સી.ઈ. સ્પેશિયલ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ ભવનને મોડલરૂપ બનાવાશે. એક બિલ્ડિંગ 3.55 મીટરની FSIના લાભ સાથે 63 મીટર જ્યારે બીજું બિલ્ડિંગ 108 મીટર જેટલું ઊંચુ બનાવવાનું આયોજન હતું. જો કે વડાપ્રધાનના સુચનો બાદ 3.55 મીટરની FSIને નવા નિયમનો લાભ આપી 5.4 મીટરની FSI મુજબ બાંધકામ કરાશે. જેથી 28 માળ અને 29 માળના 2 બિલ્ડિંગ બનાવાશે, જેમાં હેલિપેડ પણ હશે

ગ્રીન બિલ્ડિંગનો અમલ કરાશે
બંને બિલ્ડિંગને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના ધારાધોરણ મુજબ બનાવી 35 ટકા એનર્જી સોલારથી મેળવાશે. સોલાર પેનલના ઉપયોગથી વર્ષે કુલ ૩૦ લાખ રૂપિયાની બચત પણ થશે.

મેટ્રો, BRTS, એરપોર્ટની કનેક્ટિવિટી
નવા ભવનથી ઉધના બીઆરટીએસ સ્ટેશન 0.5 કિમીએ તો મજુરા મેટ્રો સ્ટેશન 0.9 કિમીના અંતરે છે. રેલવે સ્ટેશન 4 કિમી, એરપોર્ટ 13 અને હાઇવે 10 કિમીએ કનેક્ટ થઈ જશે.