તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સુરત પાલિકાએ 5 વર્ષમાં વાહનોનું 60 કરોડથી વધુ ભાડુ ચૂકવ્યું, આમ આદમી પાર્ટીએ વાહનોની કિંમત કરતાં 5 ગણૂં ભાડુ ચૂકવાતા ભ્રષ્ટાચારના આરોપ કર્યા

સુરત4 મહિનો પહેલા
આમ આદમી પાર્ટી દ્વારા પાલિકામાં અધિકારીઓ સાથે મળીને શાસકોએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરોપ કરાયા છે. - Divya Bhaskar
આમ આદમી પાર્ટી દ્વારા પાલિકામાં અધિકારીઓ સાથે મળીને શાસકોએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરોપ કરાયા છે.
  • આમ આદમી પાર્ટીએ પોલ ખોલ અભિયાન અંતર્ગત આંકડાઓ રજૂ કર્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકિય પક્ષ સક્રિય થઈ ગયા છે.આમ આદમી પાર્ટી દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી થતાં ભ્રષ્ટાચારના આક્ષેપમાં વધુ એક પોલ ખોલ અભિયાન અંતર્ગત પાલિકાના શાસકો પર આરોપની ઝડી વરસાવવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ રાખવામાં આવેલા વાહનોના ચૂકવાયેલા ભાડાની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં સુરત પાલિકા દ્વારા પાંચ વર્ષમાં 60.85 કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યાની વિગતો જાહેર કરવામાં આવી છે. આપના પ્રવક્તાએ કહ્યું કે, નવા વાહનની કિંમત કરતાં પાંચ ગણી વધારે કિંમતનું ભાડું ચૂકવવામાં આવ્યું છે. જેમાં ભાજપી શાસકોની મીલિભગત સ્પષ્ટ પણ હોવાના આરોપ વધુમાં મૂકવામાં આવ્યાં છે.

લોકોના રૂપિયાનો દુરૂપયોગ થયાના આક્ષેપ
આમ આદમી પાર્ટી દ્વારા પોલ ખોલ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં આજે આમ આદમી પાર્ટીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે. મનપાના ભાજપ શાસકોએ વાહનોનું 5 ગણું વધુ ભાડું ચૂકવી જનતાના પૈસાનો ગેર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે.

અણઘડ વહિવટ ચલાવવામાં આવ્યો
મનપાના ભાજપના શાસકો અને અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ભાજપ શાસકો દ્વારા વાહનોનું 60 કરોડ 85 લાખ રૂપિયાનું 5 ઘણું વધારે ભાડું ચૂકવવામાં આવ્યું છે. તેમજ તેઓએ આક્ષેપ કર્યો છે કે, પ્રજાની મહેનતની કમાણીનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જાણાવ્યું હતું કે જે વાહન 4.73 લાખમાં જે નવું મળે છે એ વાહનોનું 6 ગણું ભાડું ચૂકવી પોતાની પોતાના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારનો નમુનો સુરતની જનતાને આપ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો