તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત રિઝલ્ટ:નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં ભાજપનો ભગવો, જાણો વિજેતાના નામ સાથે સંપૂર્ણ પરિણામ

સુરતએક મહિનો પહેલા
બારડોલી નગરપાલિકાનના વોર્ડ નં-1માં ભાજપની પેનલની જીત.
  • નગરપાલિકામાં 2015ની સરખામણીમાં 3.29 ટકા મતદાન ઓછું
  • 2021માં ન.પા.માં 65.08, જિલ્લામાં 69.56 અને તાલુકામાં 69.57 મતદાન

સુરત જિલ્લા-તાલુકા અને નગરપાલિકાનું રિઝલ્ટ જોવા નીચે સ્ક્રોલ કરો

ગ્રામીણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શનિવારે યોજાયેલા મતદાનમાં મતદારોનો ઉત્સાહ દેખાયો હતો. જેની મતગણતરી ચાલી રહી છે. બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી નગરપાલિકામાં ભાજપની પેનલનો વિજય થયો છે. આ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ વિજાય મેળવ્યો છે.

પુરુષની સરખામણીમાં મહિલા મતદારોમાં વધુ ઉત્સાહ
નગર પાલિકામાં 65.24 ટકા, જિલ્લા પંચાયત માટે 69.56 ટકા તેમજ તાલુકા પંચાયતમાં 69.57 ટકા જેટલું ઉચું મતદાન નોંધાયું હતું. એટલે કે સરેરાશ 70 ટકા જેટલું મતદાન થયું હતું. ત્યારેસુરત જિલ્લાની બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી કુલ 4 નગરપાલિકાના 116 બેઠકના 1,03,414 મતદારોમાંથી 276 ઉમેદવારો માટે 67,048 મતદારોએ મતદાન કરતા 65.08 ટકા નોંધાયું હતું. જેમાં સૌથી વધુ માંડવી નગરપાલિકામાં 66.20 ટકા અને ઓછું બારડોલી નગરપાલિકામાં 64.30 ટકા નોંધાયું હતું. જોકે, તરસાડી નગરપાલિકામાં પુરુષની સરખામણીમાં મહિલા મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.

બારડોલી નગરપાલિકામાં બેલેટ પેપરની મતગણતરી શરૂ.
બારડોલી નગરપાલિકામાં બેલેટ પેપરની મતગણતરી શરૂ.

મતદારોના ઉત્સાહથી મતદાનમાં વધારો
નવ તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની 34, તાલુકા પંચાયતની 167 અને ચાર નગર પાલિકાની 116 બેઠકો માટે શનિવારે મતદાન યોજાયું હતું. સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નીકળી પડતા મતદાન મથકો પર લાંબી લાઇનો દેખાય હતી. ઉત્સાહને કારણે સાંજ સુધીમાં ઉંચા મતદાન સાથે સાંજ સુધીમાં નગર પાલિકામાં 116 બેઠકો પર સરેરાશ 65.24 ટકા, નવ તાલુકા પંચાયતની 167 બેઠક માટે સરેરાશ 69.57 ટકા તથા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે સરેરાશ 69.56 ટકા મતદાન થયું હતું. કુલ 2419 બુથ પર મતદાન યોજાયું હતું. જેમાં કુલ 19,56,511 મતદારો પૈકી 12,80,838એ મત આપ્યો હતો.

બારડોલી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
બારડોલી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

2015નું રિઝલ્ટ
બારડોલી નગરપાલિકામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 64.20 ટકા મતદાન થયું હતું. જે 2015ની સરખામણીમાં 3.29 ટકા મતદાન ઓછું હતું. નગરપાલિકામાં 92 બેઠકમાંથી 72 ભાજપ અને 20 બેઠક પર ભાજપ જીત્યું હતું. જિલ્લા પંચાયતમાં 40 બેઠકમાંથી 27 ભાજપ અને 12 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. જ્યારે તાલુકા પંચાયતમાં 196 બેઠકમાંથી 124 ભાજપ અને 63 બેઠક પર કોંગ્રેસ જીત મેળવી હતી.

ભાજપની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ.
ભાજપની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ.
ભાજપે બારડોલી નગરપાલિકામાં વિજય મેળવ્યો.
ભાજપે બારડોલી નગરપાલિકામાં વિજય મેળવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો