સુરત:પાલિકાએ 15 ફેબ્રુઆરી પછી વિદેશથી આવેલા અને ન મળી આવતા યાદી જાહેર કરી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આસપાસમાં વિદેશથી કોઈ આવ્યું હોય તો જાણ કરવા લોકોને અપીલ
  • પાલિકાએ આ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 123 8000 જાહેર કર્યો

સુરતઃ પાલિકાએ 15 ફેબ્રુઆરી પછી વિદેશ પ્રવાસથી આવેલા 235 જેટલા શંકમંદને શોધી રહી છે. સુરત પાલિકામાં ગત કાલે એક બેઠક મળી હતી ત્યારબાદ પાલિકા કમિશનરે આજે વિદેશથી આવેલા અને ન મળી આવ્યા ન હોય તેઓના નામ સાથેની યાદી વેબ સાઈટ, અખબારી જાહેરાત સહિત અન્ય માધ્યમથી જાહેર કરી છે. જોકે, સરકાર તરફથી વિદેશ પ્રવાસની યાદી આપવામાં આવી છે. તેમાં નામ અધુરા હોવાથી તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.

શોધવામાં સફળતા ઓછી મળે તેમ હોવાથી તંત્રએ લોકોને અપીલ  કર
પહેલી યાદીમાં 647 નામ હતા. જેમાં કેટલાક ડુપ્લિકેશન હતા તો કેટલાક વેરીફાઈ થઈ ગયાં હોવાથી હવે 234 લોકો એવા છે જેને તંત્ર હજી પણ ટ્રેક કરી શકી નથી. તમારી નજીક વિદેશ પ્રવાસ કરી આવ્યું હોય તો પાલિકાને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. સુરત પાલિકા 15 ફેબ્રુઆરી પછી વિદેશથી આવેલા 235 લોકોને ટ્રેક કરી શકી ન હોવાથી તેમના અધુરા નામ, અડ્રેસ સાથે શોધી રહી છે. જેમાં સફળતા ઓછી મળે તેમ હોવાથી તંત્ર હવે લોકોને અપીલ કરી રહી છે.

સેલ્ફ ડેકલેરેશન કર્યું ન હોય તેવાની શોધ
પાલિકા કમિશનરે લોકોને એવી અપીલ કરે છે કે, તમારી આસપાસ 15 ફેબ્રુઆરી પછી વિદેશ પ્રવાસથી આવ્યા હોય અને તેઓએ સેલ્ફ ડેકલેરેશન કર્યું ન હોય તેવા લોકોની માહિતી આસપાસ રહેનારા લોકો પાલિકા આપી શકે છે. પાલિકાએ આ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 123 8000 જાહેર કર્યો છે. તેના પર આસપાસ વિદેશ પ્રવાસથી આવેલા લોકોની માહિતી આપી શકાય છે. વિદેશથી આવેલા 235 લોકોને શોધવા માટે લોકોની મદદ લઈ રહ્યું છે. લોકોની મદદથી આવા લોકોને શોધવાનો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...