તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમારા વોર્ડનું રિઝલ્ટ જોવા અહીં નીચે સ્ક્રોલ કરતા જાવ. તમે રિઝલ્ટને શેર પણ કરી શકશો.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે. ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. 26 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે.
ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની જીત
ભાજપના સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. વિપક્ષી નેતા પપન તોગડીયાની હાર થઈ છે. એસવીએનઆઈટી ખાતે હોબાળો થતા મતગણતરીને અટકાવવી પડી છે.વોર્ડ નંબર 7માં ભાજપ અને આપને 2-2 સીટ મળી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ હારની જવાબદારી સ્વિકારીને શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.
હોબાળો થતા મતગણતરી અટકી
મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી સ્થળે SVNIT ખાતે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર 30 ના કાઉન્ટિંગમાં માથાકૂટ થઈ હતી. વોર્ડ નંબર18 નંબરના ભાજપના ઉમેદવાર 30 નંબરના વોર્ડની ગણતરીમાં ઘૂસી ગયા હતાં. જેથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના વિરોધના પગલે તથા હોબાળાને લઈને મત ગણતરી અટકાવવાની ફરજ પડી હતી.
કોંગ્રેસથી પાસ વિમુખ થતાં આપને ફાયદો
કોંગ્રેસે વોર્ડ નંબર 3માં પાસના સમર્થક ધાર્મિક માલવિયાને મેન્ડેટ આપ્યા બાદ તેણે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યુ નહોતું. પાસ દ્વારા વધુ એક ટિકિટની માંગ કરાઈ હતી. પરંતુ પાસની માંગણી ન સ્વિકારાતા પાસ કોંગ્રેસથી વિમુખ થયું હતું. કોંગ્રેસને જીત માટે પડકાર પાસે ફેંક્યો હતો. પરંતુ પરિણામમાં પાસનો પડકાર સાચો પડતો હોય તેમ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને પાસ સમર્થિત આપ નવા પક્ષ તરીકે ઉભરી રહી છે.
કાર્યકરો મોટી સંખ્યા ઉમટ્યાં
મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં મજબૂતી સાથે ઉતરી છે. જેથી રાજકીય પાર્ટીના કાર્યકરો વહેલી સવારથી જ મતગણતરી સ્થળ પર જમાવડો કરીને ઉભા છે. બન્ને કેન્દ્રની બહાર રાખવામાં આવેલી મોટી એલઈડી પર પોતાના ઉમેદવારોના પરિણામ જોવા માટે રાજકીયા પાર્ટીઓના કાર્યકરોએ ખડે પગે ઉભા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.