તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાં સુરત શહેરમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. માત્ર ભારતીય જનતા પાર્ટીનો જ માહોલ અત્યારથી દેખાઈ રહ્યો છે, બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પણ કાર્યકર્તા ફરકી રહ્યો નથી. કોંગ્રેસ પક્ષની અંદર શરૂઆતથી જ નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ઉમેદવારો અને નારાજ કાર્યકરો પણ રોષ ઠાલવવા દોડી આવ્યાં છે. પરંતુ બીજી તરફ કોંગ્રેસ પક્ષના કોઈ મોટાં નેતાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાઈ નથી રહ્યા તેમજ હજી સુધી પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર નહી કરીને આંતરિક ખેંચતાણનો પુરાવો આપી રહ્યા છે.
ભાજપ કાર્યાલય પર ઉમેદવારો અને વિરોધ માટે કાર્યકરો ઉમટ્યાં
કોંગ્રેસ પક્ષના ઉદાસીન વલણનો ભારતીય જનતા પાર્ટી ભરપૂર ઉપયોગ કરતી હોય તેવું સામે આવી રહ્યું છે. સવારથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાનું ફોર્મ લેવા માટે ભાજપ કાર્યાલય ઉપર આવી રહ્યા છે, અને ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. અમૂક અસંતોષી કાર્યકરો પણ રજૂઆત માટે પહોંચ્યા હતાં. જેથી સમગ્ર કાર્યાલયમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. સામે પક્ષે કોંગ્રેસ પક્ષ દ્વારા હજી સુધી કોઈ નામ સત્તાવાર રીતે બધા નામ જાહેર કર્યા નથી. સુરત શહેર કોંગ્રેસ કચેરી ખાતે નામ માત્રના પણ કાર્યકર્તાઓ દેખાઈ રહ્યા નથી. ભાજપ કાર્યાલય પર પસંદગીના ઉમેદવાર જાહેર ન થતાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડતાં પોલીસ બોલાવવાની પણ ફરજ પડી છે.
કોંગ્રેસમાં જૂથવાદ
આજે પણ સુરત શહેરની અંદર કોંગ્રેસ પક્ષની અંદર જૂથવાદ જોવા મળી રહ્યો છે. કદીર પીરજાદા, જવાહર ઉપાધ્યાય ગ્રુપ અને બાબુ રાયકા ગૃપમાં આંતરિક લડાઈ દેખાઈ રહી છે. આજે પણ કોંગ્રેસ પક્ષમાં નવા ચહેરાઓનો સમાવેશ ખૂબ જ ઓછો જોવા મળે છે. સંગઠનની રીતે પણ કોંગ્રેસ પાર્ટી સુરત શહેરમાં ખૂબ જ નબળી પૂરવાર થતી આવી છે. સ્થાનિક લોકોના ખૂબ જ પ્રશ્નો હોવા છતાં પણ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ મજબૂત રીતે કોર્પોરેશનના પાંચ વર્ષમાં કોઈ ખાસ રજૂઆત કરી નથી. ભ્રષ્ટાચારના અનેક મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીને લઈને સમયાંતરે સામે આવતા રહ્યા છે, છતાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજા સમક્ષ મુદ્દાઓને લઇ જવામાં સફળ રહ્યા નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.