• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Municipal Corporation's New 28 Storey Building Will Be Constructed In Place Of Sub jail, Tender Of Rs 898.91 Crore Will Be Issued

ભાસ્કર વિશેષ:સુરત પાલિકાનું 28 માળનું નવું બિલ્ડિંગ સબજેલની જગ્યાએ બનશે, 898.91 કરોડનું ટેન્ડર બહાર પડાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી સમિતિમાં મંજૂરી, ઈન્ટીરીયર માટે 94.71 કરોડ ખર્ચાશે

સુરત પાલિકાનું 28 માળનું મુખ્ય વહીવટી ભવન સબજેલની જગ્યા પર બનશે. શનિવારે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં અધ્યક્ષ રોહિણી પાટિલે 898.91 કરોડના અંદાજને મંજૂરી આપી છે. એ-બી ટ્વીન ટાવર ઝડપથી સાકાર થાય તે માટે વધારાના કામ તરીકે સ્થાયી સમિતિમાં કામ મુકાતા સૈદ્ધાંતિક મંજૂરી અપાતા હવે ટેન્ડરો બહાર પડશે. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે કહ્યું કે, ટ્વિન ટાવરમાં 804 કરોડ તથા ટાવર-એના ઈન્ટીરીયર માટે 94.71 કરોડના અંદાજો મંજુર થયા છે.

રૂપરેખા તૈયાર: દેશની સૌથી ઉંચી સિટી ઈમારતમાંની એક હશે

  • સૂચિત ઈમારત દક્ષિણ ગુજરાત પ્રદેશની સૌથી ઉંચી ઈમારત હશે અને દેશની સૌથી ઉંચી સિટી ઈમારતમાંની એક હશે.
  • સૂચિત ઈમારતની ડિઝાઈનનો હેતુ Indian Green Building Council (IGBC) ના ઉચ્ચતમ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરેશે.
  • કુલ સાઈટ એરીયા-22,563 ચો.મી. -કુલ બિલ્ટ અપ એરીયા : 2,19,230 ચો.મી.
  • સ્ટાફ વિઝીટર્સના પાર્કિંગ માટે ગ્રાઉન્ડથી નીચે ચાર લેવલ બેઝમેન્ટ.
  • બેઝમેન્ટ-1 માં વિઝીટર્સના પાર્કિંગ
  • બેઝમેન્ટ–2,3 અને 4માં પાલિકા સ્ટાફ અને અન્ય સરકારી ઓફિસોના સ્ટાફ પાર્કિંગનો સમાવેશ.
  • ગ્રાઉન્ડ લેવલની ઉપર કુલ 4 લેવલ પોડીયમના આયોજન પૈકી ગ્રાઉન્ડ લેવલ પર સિટી સીવીક સેન્ટર, સિકયોરીટી એન્ડ સી.સી.ટી.વી. સર્વેલન્સ, વી.આઈ.પી. પાર્કિંગ તેમજ ઉપરના 4 લેવલ પોડીયમમાં વહીવટી તેમજ ચુંટાયેલી પાંખની બે અલગ વિન્ગમાં ઓફિસ.
  • વહીવટી પાંખની ઓફિસમાં કમિશ્નર, ઉપરી અધિકારીઓ, વિભાગીય વડાઓ જનરલ બોર્ડ રૂમ, છ કમીટી રૂમ, સેક્રેટરી વિભાગ
  • એ-બી બે ટાવરો બનાવાશે
  • ટાવર–A (G+28), પાલિકાની ઓફિસોનો સમાવેશ થશે, ટાવર ઊંચાઈ : 109.15 મી.
  • ટાવર-B (G+28), સુરત શહેરમાં આવેલી રાજય તથા કેન્દ્ર સરકારની વિવિધ ઓફિસોનો સમાવેશ ઊંચાઈ : 109.15 મી.
અન્ય સમાચારો પણ છે...