તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Municipal Corporation Will Develop Sports Activities For Children Below The Age Of Five Under The Nurturing 'Neighborhood Challenge'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સુરત મહાનગર પાલિકા દ્વારા ધ નર્ચરીંગ 'નેબરહુડ ચેલેન્જ' અંતર્ગત પાંચ વર્ષથી નાના બાળકો માટે રમતગમતની પ્રવૃત્તિ વિકસાવાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકો માટે રમતગમતની પ્રવૃતિ વિકસે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
બાળકો માટે રમતગમતની પ્રવૃતિ વિકસે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસવીર)
  • ચેલેન્જ અતંર્ગત ચાઈલ્ડ ફ્રેન્ડલી સીટી બનાવવાનું આયોજન

સુરત શહેરમાં નાના બાળકો માટે રમતગમતની જગ્યાઓ ઉભી કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા હવે સ્માર્ટ સીટી અંતર્ગત ચાઈલ્ડ સીટી બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ ,ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમજ બર્નડ વનલીર ફાઉન્ડેશનના સહયોગથી ‘‘ધ નર્ચરીંગ નેબરહુડ ચેલેન્જ’’’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેલેન્જનો મુખ્ય હેતુ ભારતના શહેરોના આયોજન અને વિકાસમાં (0-5 વર્ષના બાળક) ચાઈલ્ડ હુડ ડેવલપમેન્ટના પ્રોજેકટો પર ધ્યાન કેન્દ્રીત કરાશે. શહેરમાં બાળકોને રમતગમતની પ્રવૃત્તિ માટેની જગ્યાઓ વિકસીત કરવાનુ આયોજન મનપા કરી રહી છે. તે તમામ પ્રોજેક્ટો આ ચેલેન્જમાં મનપા રજુ કરશે.

બાલવાડીમાં પ્લે એરિયા વિકસાવાશે
આ ચેલેન્જમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ લી. અંર્તગત ગ્રીન વાઈબ્રન્ટ બચપન પ્લે સ્પેસ (બાયોડાયવર્સીટી પાર્કમાં ચિર્લ્ડન પ્લે એરિયા), જી.ડી ગોએન્કા પાસે વોક-વે એરીયામાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ડુમ્મસ કોરીડોરનુ ડેવલોપમેન્ટ, ચાઈલ્ડ ફ્રેન્ડલી ઝોન તરીકે આંગણવાડી, હેલ્થ સેન્ટર તથા રસીકરણ કેન્દ્રમાં ચિલ્ડ્રન પ્લે એરિયાનું આયોજન, જે પ્રાથમિક શાળામાં બાલવાડી ચાલતી હોય તેવી કેટલીક શાળાની બાલવાડીમાં બાળકો રમી શકે તેવા પ્લે એરિયા તરીકે વિકસાવવા સહિતના વિવિધ પ્રોજેકટો રજુ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ ચેલેન્જ અતંર્ગત ચાઈલ્ડ ફ્રેન્ડલી સીટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

20 શહેરોની પસંદગી કરાશે
આ ચેલેન્જમાં ભારતના તમામ મહાનગરપાલિકા, ડેવલોપમેન્ટ ઓથોરીટીઝ, સ્માર્ટ સીટીઝ તેમજ 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેર ભાગ લેશે. આ ચેલેન્જના પ્રથમ તબકકામાં 20 શહેરોની પસંદગી કરવામાં આવશે અને પસંદ થયેલા શહેરોને મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ચાઈલ્ડહુડ ડેવલપમેન્ટના પાઈલોટ પ્રોજેકટો માટે 6 મહિના ટેકનીકલ સપોર્ટ બિલ્ડીંગ ગાઈડન્સ આપવામાં આવશે તેમજ બીજા તબકકામાં પ્રથમ તબકકામાં પસંદ થયેલા 20 શહેરો પૈકીના 10 શહેરોની પસંદગી કરવામાં આવશે અને પ્રોજેકટ સ્કેલઅપ માટે 2 વર્ષ સુધી માર્ગદર્શન આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો