• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Municipal Corporation To Treat 360 MLD Of Water With Ceramic Base Membrane Technology For The First Time In The Country

દૂષિત પાણી ટ્રીટ કરાશે:દેશમાં પ્રથમવાર સિરામિક બેઝ મેમરન્સ ટેક્નોલોજીથી સુરતમાં 360 MLD પાણી ટ્રીટ કરશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજની ટેકનોલોજીથી દૂષિત પાણી ટ્રીટ કરાશે - Divya Bhaskar
આજની ટેકનોલોજીથી દૂષિત પાણી ટ્રીટ કરાશે

સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર ટ્રીટમેન્ટને લઈને ઝડપથી નિર્ણય લઈ રહી છે. દૂષિત પાણીને ટ્રીટ કરીને ફરીથી ઉપયોગમાં લાવી શકાય તે માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દેશમાં પ્રથમવાર સિરામિક બેઝ મેમરન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે.

દૂષિત પાણી ટ્રીટ કરવા માટે નવી ટેક્નોલોજી
સુરત શહેરમાં સતત વધતી વસ્તી અને ઉદ્યોગ ગૃહોને કારણે આગામી દિવસોમાં વધુમાં વધુ પાણીનો ઉપયોગ ઊભો થશે. જેને લઈને અનેક પ્રશ્નો પણ સર્જાઇ શકે છે. તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ અત્યાર સુધી કરવામાં આવ્યો છે. દૂષિત પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગ ગૃહોને આપવામાં આવી રહ્યું છે અને તેનાથી ખર્ચ કરતા વધુ કોર્પોરેશન આવક મેળવી રહે છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા હાલ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તેમજ સિરામિક બેઝ મેમોરન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ પાણીને ટ્રીટ કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દૂષિત પાણીને રિ- ટ્રીટ કરી ગુણવત્તા સુધરશે
મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, સુરત શહેરની આગામી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દૂષિત પાણીને ટ્રીટ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દૂષિત પાણીને ટ્રીટ કરવા માટેની સૌથી આધુનિક એવી સિરામિક બેઝ મેમરન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 360 MLD પાણી ટ્રીટ કરવામાં આવશે. શહેરમાં જે રીતે નવા વિસ્તારો આવી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. એની સાથે સાથે દરેક સોસાયટીઓની અંદર વોટર હાર્વેસ્ટિંગમાં કોમ્યુનિટી હાર્વેસ્ટિંગને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેશન આગળ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...