મહામારી:સુરતમાં કોરોના SMCના 18 કર્મચારીઓને ભરખી ગયો, 800થી વધુ સંક્રમિત થયા,255 હજુ સારવાર હેઠળ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા કર્મચારીઓ કોરોનાની કામગીરી કરતાં કરતાં સંક્રમિત થયા છે. (સ્મિમેર હોસ્પિટલની ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાલિકા કર્મચારીઓ કોરોનાની કામગીરી કરતાં કરતાં સંક્રમિત થયા છે. (સ્મિમેર હોસ્પિટલની ફાઈલ તસવીર)
  • કોરોના કામગીરીમાં જોડાયેલા પાલિકાના કર્મચારીઓને પણ ચેપ લાગ્યો

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના તમામ વિભાગ પણ કોરોના સામેની કામગીરીમાં લાગી ગયા છે. પાલિકાના કર્મચારીઓને પણ કોરોના કામગીરી દરમિયાન ચેપનો ભોગ બનવું પડ્યું છે. પાલિકાના કુલ 809 કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 18 જેટલા કર્મચારીઓએ જીવ ગૂમાવી ચૂક્યા છે જ્યારે હજુ પણ 255 કર્મચારીઓ કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલ અને હોમ આઈસોલેશનમાં છે. જેમાં પાલિકા સંચાલિત શાળાના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.

ત્રણ કર્મચારીઓ ઓક્સિજન પર
પાલિકામાં ફરજ બજાવતા બેલદારથી માંડીને ડેપ્યુટી કમિશ્નર સુધીના 536 કર્મચારીઓ કોરોનાની સારવાર મેળવીને ફરી કામ પર લાગી ગયા છે. જ્યારે 255 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે અને સારવાર લઈ રહ્યાં છે. કોરોનાગ્રસ્ત 255 પૈકી એક પણ કર્મચારી વેન્ટીલેટર કે બાપયેપ પર નથી, પરંતુ 3 કર્મચારીઓ ઓક્સીજન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. ઘણા કર્મચારીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.

કોરોનાની કામગીરી કરતાં શિક્ષકોને પણ ચેપ લાગ્યો
પાલિકા સંચાલિકત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને પણ કોરોનાની કામગીરી સોંપવામાં આવી છે તેમાંથી અનેક શિક્ષકો પણ કોરોનાગ્રસ્ત હોવાથી તેઓ પણ સારવાર લઈ રહ્યાં છે. મહાનગરપાલિકા તંત્ર પોતાના કર્મચારી અને શિક્ષણ સમિતિના કોરોનાગ્રસ્ત થયેલા શિક્ષકો પર સીધી નજર રાખીને સારવાર કરાવી રહ્યા છે.