તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફાયર સેફટીને બેદરકારી દાખવનાર વધુ 1100થી વધુ દુકાનો સીલ કરી ફાયર વિભાગે સપાટો બોલાવી દીધો છે. અડાજણ, રીગરોડ અને વરાછા વિસ્તારની મોટાભાગની દુકાનોમાં ફાયર સેફટીને લઈને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ સુવિધા ન ઉભી કરાતા ફાયર વિભાગે કડક કાર્યવાહી કરવી પડી છે.
નિયમો ન પળાતા કાર્યવાહી
ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટીને લઈને ગંભીર અને કડક કાર્યવાહી સાથેની કામગીરી ચાલી રહી છે. ઉનાળાની શરૂઆતથી જ શહેરભરમાં સમયાંતરે આગના બનાવોની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થળ તપાસ કરતા ફાયર સેફટીનો અભાવ ટેક્સટાઇલ માર્કેટમાં તથા શોપિંગ મોલમાં જોવા મળી રહ્યો છે. આગની ઘટના બને તે પહેલા જ ફાયર વિભાગ દ્વારા શહેરની વિવિધ શોપિંગ કોમ્પ્લેક્ષ અને ટેક્સટાઇલ માર્કેટમાં જઈને ફાયર સેફટીના અભાવ હોય તેવી દુકાનો અને વેપારીઓ-માલિકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. નોટિસ મળવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન કરવામાં આવતા આખરે ફાયર વિભાગે દુકાનોને સીલ મારવાની કામગીરી કરવા મજબૂર બની છે.
માર્કેટની પણ દુકાનો સીલ
ફાયર વિભાગ દ્વારા અડાજણમાં આવેલા રકવા કોરિડોરની 1000 દુકાનો, રીગરોડ કુબેરજી માર્કેટની 48 દુકાન, અને વરાછા-સરથાણા પ્લેટેનિયમ પલાઝાની 96 દુકાન, સહિતની અનેક દુકાનો સીલ મારી દેવાય હતી. મધરાત્રીથી શરૂ થયેલી કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી.
દુર્ઘટના અગાઉ કામગીરી
સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટ અને શોપિંગ કોમ્પ્લેકસમાં વારંવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તેને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ફાયર સેફ્ટીની સુવિધા વિનાના શોપિંગ કોમ્પ્લેક્ષ વારંવાર નોટિસ પાડવામાં આવે છે. છતાં પણ વેપારીઓના ઉદાસીન વલણને કારણે આખરે ફાયર વિભાગની ટીમ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ફાયરે સીલ કરેલી મિલકત-હોટલો
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.