ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનને લઈને હજી પણ લઘુમતિ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. લઘુમતિ સમાજની મહિલાઓ દ્વારા આજે જિલ્લા કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી. મહિલાઓ દ્વારા જે પ્લેકાર્ડ લઈને માંગણી કરવામાં આવી હતી.મહિલાઓ જે પ્લેકાર્ડ લઈને આવી હતી. તેના પર લખ્યું હતું કે, પયગંબર સાહેબને લઈને જે ગુસ્તાખી કરવામાં આવી છે. તેને એક જ સજા આપવામાં આવે તેનું માથું ધડથી અલગ કરી દેવાની સજા છે. તેમજ અન્ય પ્લેકાર્ડ ઉપર ગેર મુસ્લિમ ભાઈઓ સાથે કોઈ પણ પ્રકારની લેવડદેવડ કરવાનું બંધ કરી દઈશું, પયગંબર સાહેબના વિરોધમાં કોઇ પણ ટીપ્પણી કરશે તો તેની જબાન ખેંચી નાખીશું. એવા પ્લેકાર્ડ લઈને મહિલાઓએ નૂપુર શર્મા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ધરપકડની માગ કરાઈ
આવેદનપત્ર આપવા આવનાર મહિલાઓએ નૂપુર શર્મા સામે સખત પગલાં લેવાની માંગ કરી હતી. તેમના દ્વારા બોલાયેલા શબ્દોને કારણે મુસ્લિમ સમાજની લાગણી દુઃભાઇ હોવાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અમે આ પ્રકારના નિવેદનો જરા પણ સાંખી લઈશુ નહિં. સરકાર તેને એરેસ્ટ કરે અને તેની સામે કડક પગલાં લે તેવી માંગ કરી હતી.
ગઈકાલે પોસ્ટર લાગ્ય હતા
ગઇકાલે પણ સુરતના બ્રિજ ઉપર નૂપુર શર્માના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. નૂપુર શર્માએ એરેસ્ટ કરવામાં આવે તે પ્રકારના પોસ્ટર લગાડીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેને લઇને પોલીસ દોડતી થઇ ગઇ હતી. આજે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને નૂપુર શર્મા સામે પગલા લેવાની માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.