તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક વિધી:સુરતમાં વેપારીઓએ ચોપડાની સાથે ડિજિટલ યુગમાં લેપટોપની પણ પૂજા કરીને ધંધા વધારો થાય તેવી કામના કરી

5 મહિનો પહેલા
વેપારીઓએ બ્રાહ્મણો પાસે વિધી વિધાન સાથે ચોપડા અને લેપટોપ સહિતની વસ્તુઓની પૂજા કરાવી હતી. - Divya Bhaskar
વેપારીઓએ બ્રાહ્મણો પાસે વિધી વિધાન સાથે ચોપડા અને લેપટોપ સહિતની વસ્તુઓની પૂજા કરાવી હતી.
  • ટેક્સટાઈલના વેપારીઓએ માર્કેટમાં પૂજા અર્ચના કરી

દિવાળીએ ચોપડા પૂજન કરવાનું વેપારીઓ ચૂકતા નથી. મૂળ સુરતી વેપારીઓ ઉપરાંત રાજસ્થાની વેપારીઓ પણ દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યું છે. ટેક્સટાઈલ માર્કેટમાં ચોપડા પૂજનમાં ડિજિટલ યુગમાં અભિન્ન અંગ બની ગયેલા લેપટોપ અને કોમ્પ્યુટરની પણ પૂજા કરવામાં આવી છે. હાલમાં નાનામાં નાનો ધંધો પણ કમ્યુટરની મદદથી થઈ રહ્યો હોવા છતાં દિવાળીના દિવસે ચોપડા પુજન થાય તે પરંપરા આજે પણ સુરતમાં જોવા મળે છે. સુરતમાં ચાલતા મોટા ભાગના વ્યવસાયમાં કમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં ધંધાના ચોપડાનું પૂજન કરવાથી ધંધામાં બરકત રહે તેવી માન્યતા આજે પણ અકબંધ જોવા મળી રહી છે.

ધંધામાં બરકત માટે પૂજા
મૂળ સુરતી ગણાતા વેપારીઓમાં આજે પણ ચોપડા પૂજનની શ્રધ્ધામાં ઓટ આવી ન હોવાથી પૂજાના ચોપડાનું વેચાણ હજી પણ જોવા મળી રહ્યું છે. સુરતી વેપારીઓ બાપદાદાના વખતથી ચાલી આવતી માન્યતા હતી કે ચોપડા પૂજન કરવાથી ધંધામાં બરકત રહે તેને વળગી રહ્યાં છે.

કમ્પ્યુટની પણ પૂજા કરાઈ
સુરતી વેપારીઓ ખાસ મુર્હૂતમાં ચોપડા ખરીદી કરવા જાય છે અને દિવાળીના દિવસે ચોપડાનું પૂજન કરીને અંબાજી રોડ ખાતે આવેલા જુના અંબા માતાજીના મંદિરે પોતે દર્શન કરવા જાય છે તેની સાથે ચોપડાને પણ માતાજીના દર્શન કરાવે છે. સુરતીઓ સાથે સાથે સુરતને કર્મભુમી બનાવીને રહેતાં રાજસ્થાની વેપારીઓ પણ પોતાનો તમામ ધંધાનો હિસાબ કમ્પ્યુટર દ્વારા કરતા હોવા છતાં ખાસ રાજસ્થાની બ્રાહ્મણ બોલાવીને ચોપડાની પૂજા કરાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો