તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:સુરત મર્કન્ટાઈલે HCમાં રિફંડ મુદ્દે પડી રહેલી અગવડતા માટે રીટ કરી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘ખરીદદાર જીએસટી નથી ભરતો તો વેચનારની શું ભૂલ’

ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના નિયમના પ્રમાણે આઈટીસી રિફંડ નહીં મળતાં અગાઉ ફોગવા અને સ્થાનિક વીવર્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટમા રીટ થઈ હતી. કેટલાક ઠગ વેપારીઓ જીએસટી નથી ભરતાં જેના કારણે વેચાણકર્તાને GST રિફંડ ન મળતાં સુરત મર્કન્ટાઈલ એસો.ના હોદ્દેદારો ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા છે.

સુરત મર્કન્ટાઈલ એસો.ના નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, અમે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી છે. કેટલાંક ખરીદદાર વેપારીઓ જીએસટીની ચૂકવણી કરતાં જ નથી. જેની સામે વેચાણકર્તાને આઈટીસી રિફંડ નહીં મળે તે ખોટું છે. ઘણાં ઈમાનદાર વેપારીઓને ઘણાં વખતથી આઈટીસીનું કરોડોનું રિફંડ મેળવવા માટે તકલીફ વર્તાઈ રહી છે. જે વેપારીઓ જીએસટી ભરે છે તેમને રિફંડ મળવું જોઈએ. આ અંગે કોર્ટે પણ રાજ્ય, કેન્દ્ર સરકાર તથા જીએસટી વિભાગને પણ નોટીસ ઈશ્યુ કરીને તા.19મી જાન્યુઆરી 2021 સુધીમાં સ્પષ્ટતાં કરવા માટે હુકમ કર્યો છે.

ડાયમંડના ITC મુદ્દે ચેમ્બરે પણ રીટ કરી હતી
થોડા સમય પૂર્વે ચેમ્બરે પણ ડાયમંડ ઉદ્યોગ પર લાગતાં ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે મળનારી કરોડો રૂપિયાની ક્રેડિટ અટકી હોવાથી કોર્ટમાં રીટ કરી જલ્દીથી ચૂકાદો આવે તેવી રજૂઆત મુકી છે. ડાયમંડ ઉદ્યોગની કરોડો રૂપિયાની આઈટીસી જીએસટીના શરૂઆતી સમય એટલે કે જુલાઈ 2017 પછીથી અટકી પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો