• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Mayor Himali Boghawala Korona Infected, Yusuf Pathan's Report Came Positive And He Was Quarantined At His Home In Vadodara.

કોરોનાનો કહેર:માસ્કને મજાક બનાવનાર સુરતના મેયર હેમાલી બોઘાવાલા કોરોનાગ્રસ્ત, યુસુફ પઠાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરા સ્થિત ઘરમાં ક્વોરન્ટીન થયા

સુરત, વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટીન થયા છે. - Divya Bhaskar
સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટીન થયા છે.

મેયર હેમાલીબેન બોઘાવાલા શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હેમાલી બોઘાવાલા જ્યારથી મેયર પદે નિયુકત થયા ત્યારથી જ વિવાદોમાં રહ્યાં છે. પહેલે દિવસથી જ તેમણે કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો છે. માસ્ક નહીં પહેરી અને ટોળેટોળાં ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સટીંગનો ભંગ કર્યો હતો. આટલું ઓછુ હતું તો તેમણે બે દિવસ પહેલા માસ્ક ન પહેરનારા સામે દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરી હતી.

આ સાથે જ વડોદરાના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પણ હોમ ક્વોરન્ટીન થઈ સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજોએ રોડ સેફટી અંગે અવેરનેસ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી હતી.

સુરત શહેરમાં આજે પણ 600 કરતાં વધારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ભાજપના કોર્પોરેટરો પણ તેનાથી બાકાત રહ્યા નથી. ત્યારે આજે વધુ એક કોર્પોરેટર વોર્ડ નંબર 9ના રાજન પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેઓ પણ હાલ હોમ ક્વોરન્ટીન છે. સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

મેયર હેમાલી બોઘાવાલા માસ્કના વિવાદને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતા
મેયર હેમાલી બોઘાવાલા માસ્કના વિવાદને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતા

રોનાનો નવો સ્ટ્રેન ખૂબ જ ઘાતક પૂરવાર થઇ રહ્યો છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. જે કોર્પોરેશનના અધિકારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. કોરોના સંક્રમિત આજે વધુ બે લોકોના મોત નિપજ્યા છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે કે, જે પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હોય તે પોતે હોમ ક્વોરન્ટીન રહે પરંતુ સાથે સાથે તેમના ઘરના અન્ય સભ્યો પણ હોમ ક્વોરન્ટીન રહે તે શહેરના હિતમાં છે.

અન્ય સમાચારો પણ છે...