મનપાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યા હતાં. આ ફોર્મની વેરિફિકકેશની કામગીરી ચાલી હતી. જેમાં એકબીજી પાર્ટી એકબીજા ઉમેદવાર પર આક્ષેપો સાથે ફરિયાદ પણ કરી હતી. આજે દિવસભર રાજકીય પાર્ટીઓએ એકબીજાના પ્રતિસ્પર્ધી ઉમેદવારોના ઉમેદવારી પત્રમાં આપવામાં આવેલી વિગતને લઈને ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસર સામે વાંધો ઉઠાવ્યો હતો.જેમાં આજે સફળતા કોઈને મળી નથી. ભારતીય જનતા પાર્ટીના તમામ 120 ફોર્મ સ્વિકારવામાં આવ્યા છે. કોંગ્રેસના 119 ફોર્મ સ્વિકારવામાં આવ્યું છે, એકમાત્ર કોંગ્રેસ તરફથી પાસ કન્વિનર ધાર્મિક માલવિયાએ ફોર્મ ભર્યું ન હતું. તેના સિવાયના તમામ ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારીએ ગ્રાહ્ય રાખ્યા છે. ઉમેદવારી પત્ર લઈને અનેક વાંધા એકબીજા પર ઉઠાવ્યા બાદ પણ ભાજપ કોંગ્રેસનું એક પણ ઉમેદવારી પત્ર રદ થયું નહીં.
આપ પાર્ટીના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા
આમ આદમી પાર્ટીના 2 ફોર્મ રદ્દ થાય છે.વોર્ડ નંબર 18 મગોબ લિંબાયતમાં હેમંત શાહનું ફોર્મ રદ્દ થયું છે. મેન્ડેટ 10 મિનિટ લેટ રજૂ કરતા રદ્દ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 13 સંગ્રામપુરામાં કવિતા મંડલનું ફોર્મ રદ્દ થયું છે. ફોર્મમાં જે ટેકેદાર હતા તે અન્ય વોર્ડ રદ્દ થયું હોવાનું ફોર્મ ચકાસણી દરમિયાન સામે આવતા રદ્દ થયું છે.
NCPનું એક ફોર્મ રદ્દ થયું
સુરત NCPના એક ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. વોર્ડ નંબર 29 રિતિક મહાપાત્રનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.ચૂંટણી લડવા માટે લાયક ઉંમર ન હોય ફોર્મ રદ્દ થયું હતું. રિતિક મહાપાત્ર 21 વર્ષ પૂર્ણ કર્યા ન હતા. NCP માં 29 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.અન્ય 315 જેટલી અપક્ષ ઉમેદવારી થઈ છે.આવતીકાલે 9મી ફેબ્રુઆરીએ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. આવતીકાલે સાંજ સુધીમાં પાલિકા ચૂંટણી ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.