કલેકટરને રજૂઆત:લમ્પી વાયરસનો ભોગ બનતા પશુઓને અટકાવવા ઝડપથી રસીકરણની માંગ સાથે સુરત માલધારી સમાજે આવેદનપત્ર આપ્યું

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રજૂઆત કલેકટરને કરવામાં આવી. - Divya Bhaskar
રજૂઆત કલેકટરને કરવામાં આવી.
  • ઝડપથી નકર કામગીરીની માંગ સાથે કલેકટરને રજૂઆત કરાય

રાજ્યમાં થોડા સમયથી લમ્પી નામના વાયરસનો પશુઓ શિકાર બની રહ્યા છે. ઝડપથી ફેલાતા આ વાયરસનો શિકાર બનતા પશુઓને અટકાવવા માટે સરકાર દ્વારા રસીકરણ ઝડપી બનાવવાની સાથે સાથે નકર કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે સુરત કોંગ્રેસ માલધારી સેલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ખોટા ઇન્જેક્શન અપાતા હોવાનો આક્ષેપ
પશુધન માટે ફેલાયેલ જોખમી લમ્પી વાયરસના ક્હેરમાં સ્થાનિક તંત્ર દ્વારા લંપી વાયરસની રસીના નામે પાણીના ઇંજેક્શન આપી ચાલતા ખોટા રસીકરણ અભિયાનના વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત શહેર કોંગ્રેસ માલધારી સેલ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કહેવાયું હતું કે, તંત્ર દ્વારા નકર કામગીરી થવી જોઈએ.

વાહનો ફાળવવા જોઈએ
સુરત શહેર કોંગ્રેસ માલધારી સેલના ચેરમેન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,પશુધનને બચાવવું આ વાયરસ સામે એ ખૂબ જરૂરી છે. જેથી તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ જેવા વાહનોની વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. જેથી કરીને જે વિસ્તારમાં આ વાયરસ ફેલાયો છે. ત્યાં નક્કર કામગીરી થઈ શકે તથા ટીમો તે વિસ્તારમાં જઈને રસીકરણ અને સર્વે સહિતની કામગીરી કરી શકે તે અંગેની રજૂઆત કલેકટરને કરવામાં આવી છે.

ચીપને બદલે અન્ય વિકલ્પ વિચારવો જોઈએ
કનુભાઈ દેસાઈ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મનપા દ્વારા પકડવામાં આવતા ગૌવંશ અને ઢોરોને જે રીતે ચેપ તેમજ ટેગ લગાવવામાં આવે છે તે ખૂબ જ બર્બરતાપૂર્વકનું કૃત્ય છે. આ સિવાય પાલિકાની ઢોર પાર્ટી દ્વારા પકડવામાં આવતા પશુઓને પશુઓના ડોક્ટરને બદલે બેલદાર દ્વારા જ ટેગ લગાવવામાં આવતા ઘણી વખત પશુઓના ગળાના ભાગમાં લોહી પણ નીકળે છે. આવી સ્થિતિ હોવાથી પાલિકાએ હાલમાં ચીપને બદલે અન્ય વિકલ્પ વિચારવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...