Corona update LIVE Surat: કુલ છ પોઝીટીવ, RKT ટેક્સટાઈલ માર્કેટના વેપારીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં 5537 લોકોને ક્વોરેન્ટાઈનમાં રહેવા સૂચના

એસટી વિભાગના તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે(ફાઈલ તસવીર)
એસટી વિભાગના તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે(ફાઈલ તસવીર)
આરકેટી માર્કેટના વેપારીમાં કોરોના પોઝીટીવ આવતાં પાલિકા કમિશનરે તેમના સંપર્કમાં આવેલા તમામને ક્વોરેન્ટાઈનમાં રહેવા સૂચના આપી છે.
આરકેટી માર્કેટના વેપારીમાં કોરોના પોઝીટીવ આવતાં પાલિકા કમિશનરે તેમના સંપર્કમાં આવેલા તમામને ક્વોરેન્ટાઈનમાં રહેવા સૂચના આપી છે.
રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ કોરોના વાઈરસની હોસ્પિટલની મુલાકાત લીધી
દૂધ લેવા લોકોએ લાઈન લગાવી
દૂધ લેવા લોકોએ લાઈન લગાવી
X
એસટી વિભાગના તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે(ફાઈલ તસવીર)એસટી વિભાગના તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે(ફાઈલ તસવીર)
આરકેટી માર્કેટના વેપારીમાં કોરોના પોઝીટીવ આવતાં પાલિકા કમિશનરે તેમના સંપર્કમાં આવેલા તમામને ક્વોરેન્ટાઈનમાં રહેવા સૂચના આપી છે.આરકેટી માર્કેટના વેપારીમાં કોરોના પોઝીટીવ આવતાં પાલિકા કમિશનરે તેમના સંપર્કમાં આવેલા તમામને ક્વોરેન્ટાઈનમાં રહેવા સૂચના આપી છે.
દૂધ લેવા લોકોએ લાઈન લગાવીદૂધ લેવા લોકોએ લાઈન લગાવી

  • અડાજણ, વેસુ, ઉધના વિસ્તારમાં હળવો વરસાદ
  • વેપારીના સંપર્કમાં આવેલા કેરિયર હોય શકે-કમિશનર
  • ST બસના કર્મચારીઓ એક દિવસનો પગાર દાન કરશે

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 06:55 PM IST

સુરતઃ શહેરમાં કોરોના વાઈરસનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી આંકડો છ પર પહોંચી ગયો છે. પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, આરકેટી માર્કેટના વેપારીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરેન્ટાઈનમાં રહેવા સૂચના આપી દેવામાં આવી છે. કોરોના વાઈરસ સામે લડવા માટે સુરતમાં 500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં 250 બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. જેને આવતીકાલે સાંજ સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. એસટીના કર્મચારીઓએ એક દિવસનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી છે.

8 કેસ પેન્ડિંગ છે-કમિશનર

બંછાનિધિ પાનીએ કોરોના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કિલ 49 કેસ નોંધાયા છે. જેમાં 6 પોઝીટીવ કેસ છે 12ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. 1 વેન્ટિલેટર પર છે જ્યારે 1 બાયપેપ,1 ઓક્સિજન પર છે જ્યારે 6 પોઝીટીવ અને 8 પેન્ડિંગ છે. 3 વ્યક્તિઓને જાહેરમાં થૂંકવા પર 1500નો દંડ કરાયો છે. પાલિકા દ્વારા ડિસ ઈન્ફેક્શનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

મદદ માટે કિટ તૈયાર કરવા વિનંતી

પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં સુરતીઓ ખૂબ મદદ માટે ફોન કરી રહ્યા છે. માસ્ક અને સેનિટાઈઝરની સાથે સાથે કરિયાણાની ચીજો પણ મદદમાં આપવામાં આવી રહી છે. તેવા સમયે એક કિટ તૈયાર કરીને લોકોને સંવેદના સભર મદદ કરવાની પણ કમિશનરે અપીલ કરી છે.

વેપારીના સંપર્કમાં આવેલા કેરિયર હોય શકે-કમિશનર

પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, આરકેટી માર્કેટના વેપારીમાં કોરોના પોઝીટીવ આવ્યો છે.જેથી તેમના રહેઠાણ અને વેપારના સ્થળ પર સંપર્કમાં રહેતા 5537 લોકોને કવોરેન્ટાઈનમાં રહેવા વિનંતી કરાઈ છે. આ લોકોની પછી તપાસ કરવામાં આવશે. પરંતુ ત્યાં સુધી આ લોકો ક્યાંય બહાર ન નીકળે તેની પણ તકેદારી રાખવાની છે.

40 હજાર કર્મચારીઓ એક દિવસનો પગાર આપશે

કૌશલ દેસાઈ એસટી વિભાગ સુરત યુનિયનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ગુજરાત એસ .ટીના 
40 હજાર કર્મચારીઓએ નક્કી કર્યુ છે કે, આ મહામારી સામે લડવા માટે તેઓ સંયુક્ત રીતે નક્કી કરીને એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન કર્યો છે. સાથે તેઓ અપીલ કરી છે કે ખાનગી અને અન્ય સરકારી કંપનીના કર્મચારીઓ પણ આ રીતે આગળ આવે.

લોકડાઉનને લઈને ખરીદી કરવા લોકોની ભીડ

કોરોના વાઈરસને પગલે તા. 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને વધુ 21 દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરતા લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. પીએમની અપીલ બાદ શહેરના માર્કેટ તેમજ મોલમાં અને કરિયાણાની દુકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી. 21 દિવસ સુધી જીવન જરૂરી ચીજવસ્તુની લોકો સંગ્રહખોરી કરવા લાગ્યા હતા. જેને કારણે દરેક લોકો સુધી આવશ્યક ચીજ વસ્તુઓ આગામી દિવસોમાં પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ તે ઉપલબ્ધ ન થવાની દહેશત વર્તાઈ છે. જ્યારે બે દિવસની આગાહીના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે બિમારીમાં વધારો થવાની શક્યતાના પગલે ચિંતામાં વધારો થયો છે.

વધુ એક પોઝિટિવ, ચાર શંકાસ્પદ

સુરત શહેરમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી પોઝિટિવનો આંકડો સાત પર પહોંચ્યો છે. જ્યારે એકનું મૃત્યું પણ નિપજ્યું છે. હાલ ચાર જેટલા શંકાસ્પદ છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેમાં દિલ્હીનો પ્રવાસ કરી આવેલી ડભોલીની 19 વર્ષીય યુવતી,  શારજાહ અને ઝેક રીપબ્લીકનો પ્રવાસ કરી 16 તારીખે સુરત આવેલા વરાછાના 21 વર્ષીય યુવક અને કોઈ પણ  ટ્રાવેલ હિસ્ટ્રી નથી એવા યોગીચોકના 28 વર્ષીય યુવક તેમજ ગોપીપુરાના 76 વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા ચારેયને સ્મીમેર અને સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. 

આવશ્યક વસ્તુ મળી રહે તે માટે વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી

હકીકતમાં પીએમએ લોકોને કોરોના વાઈરસથી સાવચેત રહેવા જણાવ્યું છે. જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ પ્રજાને નિરંતર મળી રહે તે માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. જેથી લોકોને જરૂરી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે. પણ ખોટા હાઉના કારણે આવશ્યક વસ્તુની સંગ્રહખોરી વધી જતા તેનો સ્ટોક ખૂટી જવાની શક્યતા છે. સાથે જ ભાવ વધારાની નોબત આવે તો નવાઈ નહીં. જેથી લોકોએ જ પોતાની બુધ્ધિનો ઉપયોગ કરી પેનિક ફેલાવવાને બદલે સંગ્રહખોરી કરવાનું માંડી વાળવું જોઈએ તો જ દરેક ક્ષેત્રે કોરોના વાઈરસની મહામારીને આપણે હરાવી શકીશું.

બે દિવસ કમોસમી વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાઇકલોનિક સરક્યુલેશન સિસ્ટમ ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર જોવા મળી રહી છે. આ સાથે મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટકમાં સાઇકલોનિક સરક્યુલેશન સિસ્ટમ છે. આ બે સિસ્ટમના કારણે બે દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે સવારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જેથી ઠંડકભર્યુ વાતાવરણ થઈ ગયું છે.  

અંબિકાનિકેતન મંદિર બંધ

આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં સુરતના માતાજીની તમામ મંદિરો દર્શન માટે બંધ રહ્યા છે. તેની સાથે નવરાત્રીની નિત્ય પૂજા મંદિરના મહંત કે પૂજારી દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત આઠમના હવનોનો પણ ભક્તોને આ વર્ષે લાભ મળશે નહીં. કોઈ મહામારીને કારણે સુરતમાં મંદિરો બંધ રહ્યાં હોય તેવો ઇતિહાસ છેલ્લી કેટલીક સદીઓમાં પ્રથમવાર આ વર્ષે થશે. અંબિકાનિકેતન મંદિર આજે બંધ રહ્યું હતું. જોકે, પુજાના લાઈવ દર્શન કરી શકાયા હતા.

પોલીસના દુરવ્યવહારને લઈને ભુખ હડતાળ

સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથે ગત રોજ પોલીસ દ્વારા દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો. જેને પગલે મેડિકલ ઓફિસર ઓમકાર ચૌધરીએ પોલીસ કમિશનરને જાણ કરી હતી. ત્યારબાદ આરએમઓ અને સુપરિટેન્ડન્ટને પણ લેખિતમાં જાણ કરી હતી. આજે ઓમકાર ચૌધરી દુરવ્યવહાર કરનાર પોલીસ કર્મચારી સામે પગલાં ન ભરાઈ ત્યાં સુધી ભુખ હડતાળ પર ઉતર્યા હતા. જોકે, એસીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બાહેંધરી બાદ હડતાળ સમેટી લીધી હતી.

કોરોના સામે લડવા કોર્પોરેટરે ગ્રાન્ટ ફાળવી

કોંગ્રેસના કોર્પોરેટર વિજયભાઈ પાનસેરીયાએ કોરોના વાયરસ સામે લડવા માટે પોતાને ફાળવાયેલી ગ્રાન્ટ વાપરવા આપી છે. પાનસેરીયાએ 7 લાખ 45 હજાર એક સો ચાલીસ રૂપિયા કોરોના સામે લડવા માટે ગ્રાન્ટમાંથી ફાળવ્યા છે.દ્યતન મશીનો સાધન સામગ્રી વસાવવા, દવાઓ / ૨સીઓ, કપુએબલ સામગ્રી સહિત અન્ય જરૂરી આરોગ્ય વિષયક સાધન સામગ્રીની ખરીદી કરવા માટે ફાળવવામાં આવી..

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી