લૂંટ:સુરતમા કામ પરથી પરત ફરતાં યુવકને રસ્તામાં આંતરી ચપ્પુના ઘા ઝીકી બે ઈસમો રોકડ અને મોબાઈલ ઝૂંટવી લીધા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે હુમલા અને લૂંટ મુદ્દે તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે હુમલા અને લૂંટ મુદ્દે તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

સુરતના લિંબાયતમાં કામ પરથી પરત ફરતા યુવકને બે ઈસમોએ રસ્તે આતરી ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી રોકડા રૂપિયા 500 અને મોબાઈલ મળી કુલ 900 ની લૂંટ કરી ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા લીંબાયત પોલીસ દોડતી થઈ ગઈ હતી

અપશબ્દો કહી લૂંટ ચલાવી
અખિલેશ તુફાની વર્મા ઉ.વ. 18 (રહે લીંબાયત મંગલપાંડે હોલની પાછળ જલારામ સોસાયટી) એ જણાવ્યું હતું કે તે ડાંઈગ મિલમાં મજુરી કરી પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. ગતરોજ સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં તેમનો મામાનો દીકરો રવિકાંત ઉર્ફે મોનુ રામસૂચિત સીંગ કામ પરથી ઘરે આવવા માટે નીકળ્યો હતો. નીલગીરી સર્કલ પાસે આવેલા ખુલ્લા મેદાન પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો એ તેમની પાસે ઘસી આવ્યા હતા બંને ઈસમોએ માં-બેન પર એલફેલ ગાળો આપી હતી.

પગ અને કમરના ભાગે ચપ્પુ મરાયું
કઈ સમજે તે પહેલા જ બે પૈકી એક ઈસમે તેની પાસેનું ચપ્પુ કાઢી બંન્ને પગ તેમજ કમરના પાછળના ભાગે ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગય હતા.બીજા ઈસમે ખીસ્સામાં રહેલા મોબાઈલ અને રોકડા રૂપિયા 500ની લૂંટ કરી બંને ભાગી ગયા હતા.બનાવને પગલે પોલીસે બંને ઈસમો સામે લૂંટ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.