તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત મહિલા PSI આપઘાત કેસ:'અમારા ગયા પછી આ મહેફિલને અમારી ખોટ વર્તાય તે પણ ઘણું', આત્મવિશ્વાસથી ભરપૂર અમિતાની સ્પીચનો વીડિયો વાઈરલ, સકારાત્મક રહેનાર પોલીસકર્મી પોતાની જિંદગી ટૂંકાવી શકે?

સુરત4 મહિનો પહેલા
  • પીએસઆઈ અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો
  • અમિતા જોશીનો 5.42 મિનિટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. હંમેશા સકારાત્મક રહેનાર અને આત્મવિશ્વાસથી ભરપૂર અમિતા આપઘાત કરશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતો. હાલ અમિતા જોશીનો 5.42 મિનિટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેણી કહે છે કે, અમારા ગયા પછી આ મહેફિલને અમારી ખોટ વર્તાય તે પણ ઘણું. આ વીડિયો જોઈને કોઈ કહીં જ ન શકે કે આપઘાત જેવું કૃત્ય આ મહિલા પોલીસ કર્મી કરી શકે છે.

આ પણ વાંચોઃ અમિતાને સાસારીયાઓએ દીકરો જોઈતો હોય તો રાજીનામુ આપી દે કે ગોળી ખાઈને મરી જા કહ્યું હોવાના પિતાના આક્ષેપ

પોલીસ કર્મચારીઓને સકારાત્મક રહી દરેક કાર્ય કરવા ઉત્સાહિત કર્યા
આત્મવિશ્વાસથી ભરપૂર મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લેતા આજે પણ તેમના નિકટનો સ્ટાફ અને મિત્રો વાતથી ઉભરી શક્યા નથી. અમિતા જોશીનો 5.42 મિનિટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તોઓ કવિતાની પંક્તિઓના માધ્યમ દ્વારા પોતાના અનુભવથી નવા પોલીસ કર્મચારીઓને સકારાત્મક રહી દરેક કાર્ય કરવા ઉત્સાહિત કરે છે.

આ પણ વાંચોઃ અમિતાએ કરેલા અંતિમ વીડિયો કોલમાં કહ્યું- તારી બહુ યાદ આવે છે; દીકરાએ કહ્યું- તમે મારા માટે નોકરી છોડી દો

સિંઘમ જેવી છાપ ધરાવતા પીએસઆઈ આપઘાત જેવા કૃત્ય કરવા માટે વિચારી પણ શકે?
આપઘાત કરી લેનાર મહિલા પીએસઆઈનો વીડિયો જોયા બાદ ક્યારેક નહીં લાગશે કે આ સિંઘમ જેવી છાપ ધરાવતા પીએસઆઈ આપઘાત જેવા કૃત્ય કરવા માટે વિચારી પણ શકે છે. પરિવાર ક્લેશના કારણે અમિતાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હોવાના આક્ષેપો પણ થયા છે. જે પીએસઆઈ હસમુખ અને લોકોને હંમેશા પ્રેરણા આપતા હતા.

આ પણ વાંચોઃ લેડી સિંઘમ જેવી છાપ પણ સ્વભાવે સંવેદનશીલ, છેલ્લા 5 દિવસથી ડિપ્રેશનમાં હોય તેવા સ્ટેટસ મૂકતા હતા

મહિના પહેલા થયેલા કાર્યક્રમમાં સ્પીચ આપી હતી
પીએસઆઈ જોશીના વાઈરલ વીડિયોમાં અમિતા પોતાના કમાન્ડો ટ્રેનિંગના અનુભવ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને નવા પોલીસ કર્મચારીઓને જણાવે છે. આ વીડિયો સાંભળી કોઈ પણ ચોંકી જશે કે આટલી હદે સકારાત્મક રહેનાર કોઈ પીએસઆઈ પોતાનો જીવ ટૂંકાવી દેશે? અમિતા જોશીની સ્પીચ દરમિયાન હાજર લોકો ક્યારેક તાળીઓ પાડે છે તો ક્યારેક પેટ પકડીને હસે છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં અંદાજે એક મહિના પહેલા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અમિતા જોશીએ પોતાની સ્પીચ આપી અનુભવ શેર કર્યો હતો.

સ્પીચના અંશો
પીએસઆઈ અમિતાએ વ્યક્તવ્યની શરૂઆતમાં પંક્તિ કહી હતી કે, રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા....કમાન્ડો ટ્રેનિંગ દરમિયાન શીખવા મળ્યું કે, જે આત્મવિશ્વાસ છે તે ખૂબ જ જરૂરી છે. ટ્રેનિંગમાં રનિંગના કારણે ડિપ્રેશનમાં રહેતા હતા. પરંતુ જો મનથી ધારી લઈએ કે મારાથી થઈ જશે તો થશે જ..કરાટે દરમિયાન સર કહેતા હતા યુ કેન ડુ ઈટ, ત્યારે મનની અંદર બેસી ગયું કે આઈ કેન ડુ ઈ, વી કેન ડુ ઈટ, જીવનમાં હંમેશા એક વાત યાદ રાખવાની કે કોઈપણ વસ્તુ અશક્ય નથી. કમાન્ડો ટ્રેનિંગમાં વધારે કોન્ફિડેન્સ લેવલ છે. સ્પીચ આપવાનો અને જે વધારે પડતો ઉત્સાહ છએ તે આ કમાન્ડો ટ્રેનિંગ દરમિયાન આવ્યો હતો.

વક્તવ્યમાં કહેલી પંક્તિઓ
મરીશું તો મોતને જાણ થઈ જઈશું, પડીશું આગમાં તો આગનો સામાન થઈ જઈશું, આમ ઉછાળા મારીને અમને પાછા ન પાડો સાગર કિનારે ઉભા રહીશું તો તોફાન બની જશું. અરમાન છે ધણા જિંદગીના એકાદ-બે પૂરા થાય તે પણ ઘણું, અલબેલી દુનિયામાં અસહ્ય વેદના સહેવાય તે પણ ઘણું. એમાંથી કંઈ ન થાય, અહીંથી ઈજ્જતનો કફન ઓઢીને જવાઈ તો પણ ઘણું, એમાંથી પણ કંઈ નહીં થયા તો અમારા ગયા પછી આ મહેફિલને અમારી ખોટ વર્તાય તે પણ ઘણું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો