તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા PSI આપઘાત કેસ:અંતિમસંસ્કાર સુરતમાં ન કરાયા, સાસરિયાં અને પિયરવાળા વચ્ચે ખટરાગને કારણે મૃતદેહ પિતા લઈને વતન ધારી જતા રહ્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગત રોજ ગાર્ડ ઓફ ઓનર બાદ અમિતાના પિતાનું હૈયાફાટ રુદન. - Divya Bhaskar
ગત રોજ ગાર્ડ ઓફ ઓનર બાદ અમિતાના પિતાનું હૈયાફાટ રુદન.
  • પિયરવાળા મૃતદેહ વતન લઈ ગયા, આજે ધારીમાં અંતિમસંસ્કાર કરાશે

ગત શનિવારે સુરતમાં સર્વિસ રિવોલ્વરથી મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લીધો હતો, જેના મોત બાદ સાસરિયાં અને પિયરવાળા વચ્ચે ખટરાગ થયો હોવાનું સામે આવ્યું છે. ગત રોજ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને અમિતાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય પણ આપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ અમિતાના પિતા સહિત પરિવારજનો અમિતાના મૃતદેહને લઈને વતન અમરેલી જિલ્લાના ધારી લઈને જતા રહ્યા હતા. અંતિમસંસ્કાર સુરતમાં ન કરાયા હતા. આજે ધારીમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમિતા જોશીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, પરિવારજનોનું હૈયાફાટ રુદન

ગત રોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ગત રોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ગાર્ડ ઓફ ઓનરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા
પીએસઆઈ અમિતા પતિ, પુત્ર અને સાસુ સાથે ફાલસાવાડી પોલીસ ક્વાર્ટરમાં રહેતાં હતાં. તેઓ વર્ષ 2013માં પરીક્ષા પાસ કર્યા બાદ કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બન્યાં હતાં. મૂળ અમરેલીનાં વતની અમિતા જોશીનું દોઢ વર્ષ પહેલાં સુરત કંટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું. ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું. તેમના આપઘાત બાદ રવિવારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા અને અશ્રભુની આંખે તેમને વિદાય આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આપઘાત કરી લેનાર અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચના PSI, પિતા પણ નિવૃત્ત પોલીસ કર્મચારી

અમિતાનો પતિ અને પિતા સાથે પરિવારજનો પણ હાજર રહ્યા હતા.
અમિતાનો પતિ અને પિતા સાથે પરિવારજનો પણ હાજર રહ્યા હતા.

ઘટના શું હતી?
મહિલા પીએસઆઇ અમિતા જોશી(ઉં.વ.33)એ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પોલીસને મળી આવેલી ડાયરીમાં પોતે 'જીવવું અઘરું છે. મારા મોત માટે કોઈ જવાબદાર નથી' એવું લખી જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ફાલસાવાડી સ્થિત પીએસઆઇના ઘેર પહોંચી ગયો હતો અને એફએસએલની મદદથી તપાસ શરુ કરી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ લેડી સિંઘમ જેવી છાપ પણ સ્વભાવે સંવેદનશીલ, છેલ્લા 5 દિવસથી ડિપ્રેશનમાં હોય તેવાં સ્ટેટસ મૂકતાં હતા

ઉધના પોલીસ મથકમાં છેલ્લાં ચાર વર્ષથી ફરજ બજાવતાં હતાં
મહિલા પીએસઆઈ ઉધના પોલીસ મથકમાં છેલ્લાં ચાર વર્ષથી ફરજ બજાવતાં હતાં. ઉધના પોલીસ મથકમાં પટેલનગર પોલીસચોકીનો ચાર્જ તેમની પાસે હતો. તેઓ નાઈટ ડ્યૂટીમાં ઇન્વેસ્ટિગેશન ટીમમાં હોવાથી સવારે ફરજ પરથી ઘેર ફાલસાવાડી ખાતે તેમના 103 નંબરના ફ્લેટમાં આવ્યાં હતાં. તેમના પતિ સચિન પોલીસ મથકમાં એમિટી ડ્રાઇવર તરીકે બજાવે છે. પીએસઆઇના સંતાનમાં પાંચ વર્ષનો એક દીકરો છે. મહિલા પીએસઆઈ આપઘાત કરતાં પહેલાં છેલ્લે, બાર વાગ્યા ને અઠ્ઠાવીસ મિનિટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. એ બાદ તેમણે આપઘાત કરી લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો