તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરના ઉધનાનાં મહિલા પીએસઆઇ અમિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી શનિવારે પેટના ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. જોકે અમિતાએ પહેલા પતિ બાદ અંતિમ વિડિયો-કોલ દાદા-દાદી પાસે વતન રહેતા દીકરાને કર્યો હતો, જેમાં તેણે દીકરાને કહ્યું હતું કે તારી બહુ યાદ આવે છે, જ્યારે દીકરાએ કહ્યું હતું, તમે મારા મારે નોકરી છોડી દો.
આ પણ વાંચોઃ અમિતા જોશીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, પરિવારજનોનું હૈયાફાટ રુદન
અમિતા અને પતિ વૈભવ બંને ભાવનગરમાં કોન્સ્ટેબલ હતાં ત્યારે સગાઈ કરી હતી
અમિતા જોશી અને તેમના પતિ વૈભવ પહેલાં ભાવનગરમાં કોન્સ્ટેબલ હતાં. એ સમયે બંનેએ સગાઈ કરી હતી. ત્યાર બાદ અમિતા જોશીએ પીએસઆઈની પરીક્ષા આપી હતી. તેઓ પાસ થતાં પીએસઆઈ બન્યાં હતાં. બાદમાં 5 ડિસેમ્બર 2014ના રોજ તેમનાં લગ્ન થયાં હતાં. અમિતા જોશીની સુરતમાં બદલી થતાં વૈભવ પણ બદલી કરાવી સુરત આવી ગયો હતો.
આ પણ વાંચોઃ જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી, લખી PSI અમિતાનો આપઘાત
દાદા-દાદી સાથે દીકરો વતનમાં રહે છે
2016માં તેમના ત્યાં દીકરા જૈનમનો જન્મ થયો હતો. હાલ જૈનમ સાડાચાર વર્ષનો છે. બંને નોકરી પર હોવાથી જૈનમ પર ધ્યાન રાખી શકાય નહીં, તેથી જૈનમ વતનમાં દાદા-દાદી સાથે રહે છે. તે અવાર-નવાર સુરત આવતો હતો. જૈનમ પર સારી રીતે ધ્યાન રાખી શકાય, તેથી પીએસઆઈ અમિતા જોશી અને કોન્સ્ટેબલ વૈભવ વ્યાસ બંને એકબીજાને નોકરી છોડવાનું કહેતાં હતાં. ચર્ચા છે કે બંને વચ્ચે આ મુદ્દે અવાર-નવાર તકરાર થતી હતી. એક અઠવાડિયા પહેલાં પીએસઆઈ અમિતા જોશીનાં સાસુ હર્ષાબેન અને પુત્ર જૈનમ વૈભવના ઘરે હતાં. 28 નવેમ્બરે તેઓ ગયાં હતાં.
આ પણ વાંચોઃ આપઘાત કરી લેનાર અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચના PSI, પિતા પણ નિવૃત્ત પોલીસ કર્મચારી
વતનમાં સંબંધીના લગ્નમાં જવા પતિને રજા મળી, અમિતાને રજા ન મળતાં ન જઈ શક્યાં
હાલમાં વતનમાં તેમના સંબંધીના ત્યાં લગ્ન હોવાથી વૈભવ વતન ગયા હતા. અમિતા જોશીને રજા મળી ન હોવાથી તેઓ જઈ શક્યાં ન હતાં. શનિવારે તેમના લગ્નની વર્ષગાંઠ હતી. ત્યારે પણ વૈભવ તેમની સાથે ન હતા. શનિવારે બપોર પહેલાં વૈભવ સુરત આવવાના હતા, પરંતુ તેઓ તેમની મોટી બહેનને ઘરે ગારિયાધાર જવા નીકળ્યા હતા. આ મુદ્દે પણ ફોન પર બંને વચ્ચે ઝઘડો થયો હોવાની ચર્ચા છે.
દીકરા માટે પતિ-પત્ની એકબીજાને નોકરી છોડવાનું કહેતાં હતાં
પીએસઆઈ અમિતા જોશી અને તેમના કોન્સ્ટેબલ પતિ વચ્ચે નોકરી છોડવા બાબતે ઝઘડો ચાલતો હોવાની ચર્ચા છે. પતિ-પત્ની નોકરી પર હોવાથી તેમનો દીકરો તેમના વતને દાદા-દાદી પાસે જ રહેતો હતો. પીએસઆઈ જોશી એવું ઇચ્છતાં હતાં કે દીકરા પર સારી રીતે ધ્યાન રાખી શકાય એ માટે કોન્સ્ટેબલ પતિ નોકરી છોડી દે અને કોન્સ્ટેબલ પતિ એવું ઇચ્છતા હતા કે દીકરા માટે તેમની પત્ની નોકરી છોડી દે.
આપઘાત પહેલાં દીકરા સાથે વિડિયો-કોલથી વાત કરી હતી
દીકરો જૈનમ તેના દાદા-દાદીની સાથે રહે છે. શનિવારે બપોરે 12.30 વાગે અમિતાએ સાસુ હર્ષાબેન અને જૈનમ સાથે વિડિયો-કોલથી વાત કરી હતી. એ સમયે અમિતાએ જૈનમને કહ્યું હતું, તારી બહુ યાદ આવે છે. તો જૈનમે કહ્યું હતું કે તમે મારા માટે નોકરી છોડી દો. તેના થોડા સમયમાં અમિતા જોશીએ આત્મહત્યા કરી હોવાની ચર્ચા છે.
ઘટના શું હતી?
મહિલા પીએસઆઇ અમિતા જોશી(ઉં.વ.33)એ પોતાની સર્વિસ રિવોલ્વરથી શનિવારે પેટના ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પોલીસને મળી આવેલી ડાયરીમાં પોતે 'જીવવું અઘરું છે. મારા મોત માટે કોઈ જવાબદાર નથી' એવું લખી જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ફાલસાવાડી સ્થિત પીએસઆઇના ઘેર પહોંચી ગયો હતો અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી. ગત રોજ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.