તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સુરતમાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળના 350 પ્લમ્બર લાયસન્સન આપ્યા બાદ પણ કામ ન અપાતા ભ્રષ્ટાચારના આરોપ

સુરત3 મહિનો પહેલા
કોન્ટ્રાક્ટ હેઠળના લોકોને કામ ન મળતાં કમિશનરને રજૂઆત કરાઈ હતી.
  • પાલિકાના ડ્રેનેજ વિભાગમાં ખાનગી કોન્ટ્રાક્ટરોને કામ આપી દેવાતા ગોલામાલના લેબર એસોસિએશનના આક્ષેપ

સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગમાં લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટરોને બાકાત રાખી ખાનગી કોન્ટ્રકટરોને કામ આપી લાખો રૂપિયાનો ગોલમાલ કરાઈ રહી હોવાનો લેબર કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 6 વર્ષમાં 5-6 કરોડ રૂપિયાના કામોમાં 60 ટકા કામ કરી ખાનગી કોન્ટ્રાક્ટરોએ 100 ટકા બિલ મંજૂર કરાવ્યા હોવાનું જણાવ્યું એસોસિએશનના પ્રમુખ અખ્તર પઠાણે જણાવતાં ઉમેર્યું કે, આ બાબતે ગાંધીનગર કરાયેલી ફરિયાદ બાદ તપાસના આદેશનું પણ પાલિકા કમિશનરે પડીકુંવાળી દીધું છે.જેથી પાલિકા કમિશનરને સમગ્ર મુદ્દે તપાસ કરવા આવેદનપત્ર અપાયું છે.

કામો આપવામાં ગોબાચારી થતી હોવાના આક્ષેપ કરાયા હતાં.
કામો આપવામાં ગોબાચારી થતી હોવાના આક્ષેપ કરાયા હતાં.

ખાનગી કોન્ટ્રાક્ટરને કામ શા માટે- સવાલો ઉઠ્યા
લેબર એસોસિએશનના પ્રમુખ અખ્તર પઠાણએ જણાવ્યું હતું કે, પાલિકાએ લગભગ 350 જેટલા પ્લમ્બરોને લાયસન્સ આપી પાલિકાના કામો માટે રાખ્યા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકાના વોર્ડ નંબર 1 થી 12 માં ડ્રેનેજ વિભાગના કામો ખાનગી કોન્ટ્રકટરો કરી રહ્યા છે. એટલું જ નહીં પણ 50 ટકા કામ કરી 100 ટકા બિલ બનાવનાર કોન્ટ્રકટરો ને લઈ પાલિકાની તિજોરીને મોટો ફટકો પડી રહ્યો છે.જ્યારે લાયસન્સ ધારક કામદારોને કામ મળતું નથી.

પાલિકા દ્વારા નિયમોનું પાલન ન થતું હોવાની પણ વાત કરાઈ છે.
પાલિકા દ્વારા નિયમોનું પાલન ન થતું હોવાની પણ વાત કરાઈ છે.

સંમતી પણ લેવાતી નથી
પાલિકાના નિયમ મુજબ જ્યારે પણ ડ્રેનેજ વિભાગને લાગતા કોઈ કામો આપવામાં આવતા હોય છે, તે પહેલાં લાયસન્સધારી કોન્ટ્રકટરોની સંમતી આપવામાં આવે છે. જોકે ભ્રષ્ટાચાર થતો હોવાથી કોઈ સંમતી આપવામાં આવતી નથી અને સીધા કામો અપાઈ રહ્યા છે. અમે વિજિલન્સ તપાસ માગી છે. જો તપાસ કરાય તો ડ્રેનેજની જૂની ચેમ્બર પર નવા ઢાંકણા મૂકી બીલો મંજૂર કરાયા છે. આ બાબતે અમે ગાંધીનગર ફરિયાદ કરતા 5 મહિના પહેલા પાલિકા કમિશનરને તપાસના આદેશ પણ અપાયા છે. જોકે આજદિન સુધી કોઈ તપાસ થઈ નથી. જેથી આજે અમે કમિશનરને મળી ને આવેદનપત્ર આપ્યું હોવાનું એસોશિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...