તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સુરતમાં આવેલી ખાટીવાલા સ્કૂલ દ્વારા RTEમાં એડમિશન ન અપાતા વાલીઓ DEO કચેરી પહોંચ્યા

સુરત10 મહિનો પહેલા
એડમિશન ન અપાતા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું છે. - Divya Bhaskar
એડમિશન ન અપાતા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું છે.
  • બાળકોના એડમિશન અટકતા વર્ષ ન બગડે તે માટે રજૂઆત કરાઈ

ડુમસ વિસ્તારમાં આવેલી પી.આર.ખાટીવાલા સ્કૂલ દ્વારા RTE અંતર્ગત પ્રવેશ ફાળવાયા બાદ એડમિશન ન અપાતું હોવાનું સામે આવી રહ્યું છે. જેથી ખાટીવાલા સ્કૂલમાં જે બાળકોને એડમિશન અપાયું છે તેવા વાલીઓ મૂંજવણમાં મુકાયા છે. પહેલા ધોરણમાં સરકાર દ્વારા RTE હેઠળ ગરીબ પરિવારના બાળકોને એડમિશન ફાળવાયા બાદ સ્કૂલ દ્વારા એડમિશન ન અપાતું હોવાની રાવ સાથે વાલીઓ DEO કચેરીએ પહોંચ્યા છે. જ્યાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કરતાં જણાવ્યું કે, સ્કૂલ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. 17 જેટલા વિદ્યાર્થીઓને ખાટીવાલા સ્કૂલ દ્વારા એડમિશન નથી અપાયું જેથી અમે રજૂઆત કરી છે. આવતીકાલે એડમિશનનો છેલ્લો દિવસ છે અને જો એડમિશન નહીં મળે તો અમારા સંતાનોનું એક વર્ષ બગડે તેમ છે.

વાલીઓએ સ્કૂલ સામે આક્ષેપ કર્યા
વાલીએ કહ્યું કે, RTE અંતર્ગત અમારા સંતાનોને પીઆર ખાટીવાલા સ્કૂલમાં એડમિશન ફાળવ્યા બાદ પણ અપાયા નથી. સ્કૂલ કહે છે કે તમારા એડમિશન હોલ્ટ પર રાખ્યા છે. આવતીકાલે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે અમને એડમિશન ન મળે તો રદ્દ થાય તેમ છે. જેથી અમે DEOને રજૂઆત કરવા આવ્યાં છે. અમને એડમિશન નહીં મળે તો અમારા એડમિશન રદ્દ થાય તો અમારા સંતાનોને એક વર્ષ બગડે તેમ છે. 17 જેટલા વાલીઓએ આજે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

તપાસ કરવામાં આવશે
વાલીઓએ કહ્યું કે, હાલ DEO કચેરી દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે. તપાસ કરીને યોગ્ય નિકાલ લાવવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.