તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતના કતારગામમાં નરાધમ રત્નકલાકારે સાવકી સગીર પુત્રી સાથે અડપલા કર્યા, પોલીસે ધરપકડ કરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ગુનો નોંધીને આરોપી પિતાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે ગુનો નોંધીને આરોપી પિતાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • પત્ની અને પુત્રીને ઢીકમુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

કતારગામ રામવાડી પાસે રહેતા રત્નાકલાકારે સાવકી 14 વર્ષની સગીર પુત્રી સાથે બળજબરી શારીરીક અડપલા કરી માતા-પુત્રીને ઢીકમુક્કીનો મારમાર્યો હતો તેમજ બનાવની કોઈને જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સાવકા પિતાની હરકત બાદ પત્ની પુત્રી ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા માટે નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી હતી.

પિતાની કરતુતને પગલે સગીરા જાગી ગઈ હતી અને બુમાબુમ કરી
કતારગામ પોલીસના જણાવ્યા મુજબ કતારગામ રામવાડી પાસે હરિકૂષ્ણ સોસાયટીમાં રહેતા સંજય રવજી બોદરા (ઉ.વ.38) હીરા ઘસવાની મજુરી કામ કરે છે. સંજયે ગત તા ૨૫મી નવેમ્બરના રોજ રાત્રેના ત્રણ વાગ્યે સુતેલી તેની ૧૪ વર્ષની સાવકી પુત્રી સાથે શારીરીક અડપલા કર્યા હતા. પિતાની કરતુતને પગલે સગીરા જાગી ગઈ હતી અને બુમાબુમ કરતા તેની માતા જાગી ગઈ હતી. માતા-પુત્રીએ વિરોધ કરતા સંજયે બંને જાણાને ઢીકમુક્કીનો મારમાર્યો હતો અને બનાવની કોઈને જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

માતા-પુત્રી ઘર છોડીને જતા રહ્યા હતા
સંજયની હરકત બાદ માતા-પુત્રી સવારે ઘર છોડીને ડભોલી વિસ્તારમાં રહેતી તેની મોટી બહેનના ઘરે રહેવા માટે ચાલી ગયા હતા. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સંજય બોદરા અને સગીરાની માતા એક જ ગામના વતની છે. સંજય સાથે પ્રેમસંબંધ થતા સગીરાની માતાએ તેના પતિ સાથે છુટાછેડા લઈને સંજય સાથે રહેવા લાગી હતી. બનાવ અંગે પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ સંજય સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો