તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતમાં ફુડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટના કર્મચારીના સ્વાંગમાં તોડ કરવા આવેલો વધુ એક ઝડપાયો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કતારગામ વિસ્તારમાંથી પોલીસે ડુપ્લિકેટ કર્મચારીની ધરપક઼ડ કરી વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
કતારગામ વિસ્તારમાંથી પોલીસે ડુપ્લિકેટ કર્મચારીની ધરપક઼ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
  • સંજય ખુમાણની ધરપકડ, લોકડાઉનમા રેસ્ટોરન્ટ કેમ ચાલુ રાખો છો તેમ જણાવી રૂ.20 હજારની પહોંચ ફાડવાની વાત કરી હતી

કતારગામ વિસ્તારમાં પાંચ માસ અગાઉ લોકડાઉન દરમિયાન રેસ્ટોરન્ટ માલિક પાસે ફુડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટના કર્મચારીના સ્વાંગમાં તોડ કરવા આવેલા વધુ એક હીરાદલાલની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.

બળજબરીપુર્વક પૈસાની માંગણી કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સીંગણપોર ચાર રસ્તા રાધેશ્યામ સોસાયટીમાં રહેતા 49 વર્ષીય ચંદુભાઇ ખોડાભાઇ લીંબાણી કતારગામ આંબાતલાવડી નાગનાથ સોસાયટીમાં સી.કે.નાસ્તા ગૂહ રેસ્ટોરન્ટ ચલાવે છે. ચંદુભાઇ ગત 1 જુલાઇના રોજ રેસ્ટોરન્ટમાં હતા તે વખતે રેસ્ટોરન્ટની નીચે એક સફેદ કલરની આઇ-20 કારમાં ચાર જણા આવ્યા હતા. જેમાંથી બે જણાએ ગાડીમાં ઉતરી ચંદુભાઇ પાસે આવી પોતાની ઓળખ ફ્રુડ એન્ડ ડ્ર્ગ્સ ડીપાર્ટમેન્ટમાંથી આવતા હોવાની આપી હતી અને ચંદુભાઇને લોકડાઉનમાં રેસ્ટોરન્ટ કેમ ચાલુ રાખો છો તેમ કહી પહોંચ બનશે અને પહોંચ બનાવવી ન હોય તો રૂ.20 હજાર આપવા પડશે હોવાનુ કહી બળજબરીપુર્વક પૈસાની માંગણી કરી હતી.

આખરે 2000 લેવા તૈયાર થઈ ગયો હતો ચંદુભાઇ સાથેના યુવકે તેમની પાસે આઇકાર્ડ જાવા માંગ્યો હતો. જેમા પોલ્યુશન એન્ડ એન્વાયરમેન્ટ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન લખેલુ હોવાનુ બહાર આવતા ચંદુભાઇને શંકા ગઇ હતી અને પૈસા લઇને આપવાનુ કહી પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી.જાકે, તે પહેલા ચાર પૈકી ત્રણ જણા ભાગી ગયા હતા અને દિપેશ જી પટેલ ઝડપાઇ ગયો હતો. ઝડપાયેલો યુવાન સાપ્તાહિકનો પત્રકાર હતો અને રૂ.20 હજારની માંગણી કરી રેસ્ટોરન્ટના માલિક પાસે તેઓ છેવટે રૂ.2000 લેવા તૈયાર થયો હતો.

પોલીસે એકની ધરપકડ કરી
પોલીસે ચંદુભાઇ ખોડાભાઇ લીંબાણીની ફરિયાદના આધારે દિપેશ પટેલ, સંજય સહિત ચાર વિરુદ્ધ રાજય સેવકનું ખોટુ નામ ધારણ કરી બળજબરી પુર્વક પૈસાની માંગણી કરવાનો ગુનો નોંધી ત્રણ માસ અગાઉ મજૂરીકામ કરતા કિશોર કરશનભાઇ પરમારની ધરપકડ કરી હતી.જયારે આ બનાવમાં પોલીસે ગતરોજ હીરાદલાલ સંજય મનુભાઇ ખુમાણ ( ઉ.વ.31,રહે, બી/44, રમણનગર સોસાયટી, અવધુતનગર સોસાયટી સામે, કતારગામ, સુરત. મુળ રહે.અમરેલી ) ની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઇ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો