• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Kamrej Near Kholvad Area Pavitra Nagari Society People Reached At Health Minister House After Power Cut, People Say Project Made By Minister Son

વિવાદ:સુરતના ખોલવડમાં ઈલેક્ટ્રીક પૂરવઠો કટ થતાં રહિશો મંત્રી કુમાર કાનાણીના ઘરે પહોંચ્યો,પ્રોજેક્ટના ભાગીદારોએ કહ્યું, મંત્રી પુત્રનો ભાગ નહોતો

સુરતએક વર્ષ પહેલા
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનો પ્રોજેક્ટમાં કથિત રીતે ભાગ હોવાનું કહીને સોસાયટીના રહિશો તેમના ઘરે પહોંચ્યાં હતાં. - Divya Bhaskar
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનો પ્રોજેક્ટમાં કથિત રીતે ભાગ હોવાનું કહીને સોસાયટીના રહિશો તેમના ઘરે પહોંચ્યાં હતાં.
  • આરોગ્ય મંત્રીના ઘરે પહોંચેલો સોસાયટીના રહિશોને મંત્રીપુત્રે કહ્યું, મારો આ પ્રોજેક્ટમાં ભાગ નથી તમે જતા રહો નહીતર કાર્યવાહી કરીશ
  • સોસાયટીના રહિશોએ આક્ષેપ કરતાં કહ્યું કે,અમને જે સુવિધા કહેલી તે પણ બિલ્ડર દ્વારા કરાઈ નથી, ચાર લાખનું બિલ ચડતા પાવર કટ થયો

કામરેજ નજીક આવેલા ખોલવડ ગામમાં પવિત્ર નગરી નામની સોસાયટીના ફ્લેટના હોલ્ડરો આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે મોરચો લઈને પહોંચ્યા હતાં. રહિશોએ કહ્યું કે, અમને સોસાયટી સોંપાઈ નથી. બીજી તરફ બિલ્ડરો દ્વારા સોસાયટીના જનરલ મીટરનું ચાર લાખ જેટલું બિલ ભરવામાં આવ્યું નથી. જેથી અમારો પાવર કટ થઈ ગયો છે. સોસાયટીના લોકો દિવાળી ટાણે અંધારે રહેવા મજબૂર બન્યા છે. આ પ્રોજેક્ટમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનો ભાગ હોવાથી અમે મોરચો લઈને આવ્યાં છીએ. જો કે તેણે ભાગ ન હોવાનું કહેવાની સાથે સાથે અમને ત્યાંથી હાંકી કાઢવાની અને કેસ કરવાની પણ ધમકી આપી છે. સ્ટાર પવિત્ર નગરીના બિલ્ડર હરેશભાઈએ કહ્યું કે, આ પ્રોજેક્ટમાં આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશભાઈ કાનાણીનો કોઈ હિસ્સો નથી. સોસાયટી લોકોને આપી દેવામાં આવી છે પરંતુ તેઓ વિજળીનું બિલ ન ભરી શકતા હવે અમને બિલ ભરવાનું કહી રહ્યાં છે.

સોસાયટીના વિજ વપરાશનું બિલ ન ભરાતા પાવર કટ થઈ ગયો છે.
સોસાયટીના વિજ વપરાશનું બિલ ન ભરાતા પાવર કટ થઈ ગયો છે.

કોઈ સુવિધા અપાઈ નથી
સોસાયટીના રહિશ કિરણભાઈએ કહ્યું કે, અમે ફ્લેટ રાખ્યા બાદ અમને બ્રોશરમાં જે સુવિધા આપવાનું કહ્યું હતું તે અપાઈ નથી. બાઉન્ડ્રી વોલ પણ બનાવવામાં આવી નથી. તેમજ અન્ય સુવિધાઓ પણ હજુ કરાઈ નથી. રસ્તા પણ યોગ્ય નથી. આઠ બિલ્ડીંગમાં સવા બસો જેટલા ફ્લેટમાં લોકો વસવાટ કરી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી લાઈટ બિલ ન ભરવામાં આવતાં ગતરોજ ડીજીવીસીએલના અધિકારીઓ અમારો પાવર કટ કરી ગયા છે. આ પ્રોજેક્ટની માસ્ટર ફાઈલમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના દીકરા પ્રકાશ કાનાણીનું નામ હોવાથી અમે તેમના ઘરે મોર્ચો લઈને આવ્યાં છીએ.

આરોગ્યમંત્રીના ઘરે લોકો પહોંચતા પોલીસને ઘટના સ્થળે બોલાવાઈ હતી.
આરોગ્યમંત્રીના ઘરે લોકો પહોંચતા પોલીસને ઘટના સ્થળે બોલાવાઈ હતી.

ધાક ધમકી પણ આપવામાં આવે છે-રહિશો
સોસાયટીના રહિશ જેન્તિભાઈએ કહ્યું કે, અમને સોસાયટી સોંપાઈ નથી ત્યાં સુધી અમારે મેઈન્ટેન્શ ન આવે તેમ છતાં કચરા સહિતની વસ્તુઓના અમે રૂપિયા આપી છીએ.સોસાયટીના પાવરના રૂપિયા તો બિલ્ડરે જ આપવાના હોય છે. વપરાશ પણ તેણે કર્યો છે, પરંતુ એ રૂપિયા આપ્યા નથી. ચાર લાખનું બિલ થઈ જતાં. વિજ કંપની અમારો પાવર કટ કરી ગઈ છે. જેથી અમે મોરચો લઈને આવ્યા એ અગાઉ પણ અમને ધમકી અપાઈ હતી. અમે કામરેજ પોલીસમાં અરજી પણ આપી છે પણ ફરિયાદ નોંધાતી નથી. આજે કુમાર કાનાણીના ઘરે તેમનો પુત્રએ પણ ખંડણી માંગવા આવ્યા છો એમ કહીને અમને કાઢી મુક્યાં છે.

આ પ્રોજેક્ટમાં કુમારભાઈના પુત્ર ભાગીદાર નથી-બિલ્ડર
બિલ્ડર હરેશભાઈ કથિરીયાએ જણાવ્યું હતુંકે, આ સ્ટાર નગરીમાં આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીનો કોઈ જ ભાગ નથી. સોસાયટીના રહિશો અમને પણ હેરાન કરે છે. અમને ઓફિસ ખોલવા દેતા નથી. અમે સોસાયટી તેમને આપી દીધી છે. પરંતુ તેઓ બિલ નથી ભરતા અમને કહ્યું કે અત્યારે આ કોરોના કાળમાં તમે ભરી આપો પરંતુ અમે તેમને કહ્યું કે બિલ તમારે જ ભરવાનું હોય છે. તેમ છતાં અમને ધમકાવે છે.

આરોગ્યમંત્રીના પુત્ર સતત વિવાદમાં રહે છે
આરોગ્યમંત્રીના પુત્ર પ્રકાશ કાનાણી લોકડાઉન દરમિયાન રાત્રે પોતાના મિત્રને છોડાવવા ગયા બાદ એલઆરડી સુનિતા યાદવ સાથેના વિવાદમાં ઘેરાયા હતાં. સુનિતા યાદવ અને પ્રકાશ કાનાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વિવાદથી ચર્ચામાં આવેલા આરોગ્ય મંત્રીના પુત્રનું નામ ફરી પ્રોજેક્ટમાં આવતાં લોકો તેના ઘરે પહોંચ્યાં છે.