જ્વેલરીમાં રેકોર્ડ સ્થાપ્યો:સુરતના જ્વેલર્સે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો, વોચ બ્રેસલેટમાં 17524 ડાયમંડ લગાવી ગિનિઝ બૂકમાં નામ નોંધાવ્યું

સુરતએક મહિનો પહેલા

ડાયમંડ નગરી સુરતમાં હવે માત્ર હીરાને પોલિશ્ડ જ નથી કરાતાં પરંતુ અવનવી જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક જ્વેલર્સે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો છે. સિંગ વોચ બ્રેસલેટમાં 17 હજારથી વધુ ડાયમંડ લગાવીને ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. 8થી 10 મહિનાની મહેનતે બનેલી વોચ બ્રેસલેટની બીજી કોપી નહીં બનાવવાનો દાવો પણ જ્વેલર્સ દ્વારા કરાયો છે.

વોચમાં 113 નિલમની ચોકીઓ છે
વોચમાં 113 નિલમની ચોકીઓ છે

બે જ્વેલર્સે મળીને કામ કર્યું
સુરત શહેર ફરી એક વાર જ્વેલરી ક્ષેત્રમાં ગૌરવની ક્ષણ સામે આવી છે. હોંગકોંગમાં કોરોનેટ વોચના નામે અગાઉ 15000 ડાયમંડ લગાડવાનો વર્લ્ડ રેકોર્ડ હતો. જે સુરતની હાઈ ફેશન જ્વેલર્સ હેમલભાઈ કાપડિયા તથા રેનાની જ્વેલ્સ જે યુપી મેરઠ મેરઠના હર્ષિતભાઈ બંસલ દ્વારા સંયુક્ત રીતે તોડીને પોતાના નામે રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

ટોટલ વજન સોનાનો બ્રેસલેટમાં 373.030 ગ્રામ છે
ટોટલ વજન સોનાનો બ્રેસલેટમાં 373.030 ગ્રામ છે

નેચરલ રીયલ ડાયમંડ લગાવાયા
આ વખતે સોનાની રીયલ ડાયમંડની વોચ બ્રેસલેટ બનાવવામાં આવી છે. આ વોચ બ્રેસલેટમાં 17,524 રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. 17524 રીયલ ડાયમંડમાં 12 નેચરલ રીયલ બ્લેક ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે. આમાં 0.72 કેરેટનો ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, આ વોચમાં 113 નિલમની ચોકીઓ જેને અંગ્રેજીમાં બ્લુ સફાયર નેચરલ બગેષ્ટનો પણ સમાવેશ કરાયો છે.

ટોટલ ડાયમંડનું વજન 54.70 કેરેટ વાપરવામાં આવ્યું છે
ટોટલ ડાયમંડનું વજન 54.70 કેરેટ વાપરવામાં આવ્યું છે

ડાયમંડનો રેકોર્ડ સર્જ્યો
ટોટલ વજન સોનાનો બ્રેસલેટમાં 373.030 ગ્રામ છે. જ્યારે ટોટલ ડાયમંડનું વજન 54.70 કેરેટ વાપરવામાં આવ્યું છે. આની પહેલા હાઈ ફેશન જ્વેલર્સ હેમલભાઈ કાપડિયા અને રેનાની જ્વેલર્સ હર્ષિતભાઈ બંસલ દ્વારા મેરીગોલ્ડ રીંગ પણ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે. જેમાં 12,638 ડાયમંડ સેટ કરી સૌથી વધારે ડાયમંડ સેટિંગનો રેકોર્ડ ગિનીઝ બુકનો તોડ્યો છે.

આકર્ષક લાગતી આ વોચ સિંગલ રાખવામાં આવશે
આકર્ષક લાગતી આ વોચ સિંગલ રાખવામાં આવશે

10 મહિના જેટલો સમય લાગ્યો
હર્ષિતભાઈ બંસલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે કંઈક નવું અને અનોખું કરવા ઈચ્છતા હતાં. જેથી અમે 8થી 10 મહિનાની મહેનતના અંતે બ્રેસલેટ વોચ તૈયાર કરી છે. જેમાં ડાયમંડની સાથે ગોલ્ડનો ઉપયોગ કરાયો છે. પહેરવામાં એકદમ આકર્ષક લાગતી આ વોચ અમે સિંગલ રાખીશું. બીજું પીસ અમે બનાવીશું નહીં. જેથી વિશ્વમાં આ એક માત્ર જ પીસ રહી શકે તે પ્રકારે અમારે કરવું છે.

અન્ય સમાચારો પણ છે...