AAPનો આક્ષેપ:મહારાષ્ટ્રના ધારાસભ્યો તેની મરજીથી નહી પણ બળજબરીપૂર્વક સુરતની હોટલમાં ગોંધી રખાયા છે-ગોપાલ ઈટાલિયા

સુરત2 મહિનો પહેલા
ભાજપે સરકાર બનાવવા કૂટનીતિ અપનાવી હોવાનું ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું. - Divya Bhaskar
ભાજપે સરકાર બનાવવા કૂટનીતિ અપનાવી હોવાનું ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું.
  • ભાજપ કૂટનીતિ અપનાવી ધારાસભ્યો પર પ્રેશર બનાવી રહ્યું છે-આપ

મહારાષ્ટ્રની સરકારમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. શિવસેનાના ધારાસભ્યો સુરતની લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. જેને લઈને ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, શિવસેનાના ધારાસભ્યોને બળજબરીપૂર્વક હોટલમાં ગોંધી રાખવામાં આવ્યાં છે. તેઓ પોતાની મરજીથી નહીં પરંતુ ભાજપની કૂટનીતિનો શિકાર બનીને હોટલમાં રહેવા મજબૂર બન્યાં છે. હોટલમાંથી ભાગવાની કોશિષ કરનારા ધારાસભ્યો પર જુલમ કરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

પોલીસનું પણ ધારાસભ્યો પર પ્રેશર
ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ધારાસભ્યોમાંથી અમુક ધારાસભ્યોએ પરત જવાની કોશિષ કરી હતી.તેમાંથી એકને બેભાન કરવા માટેનું ઈન્જેક્શન આપીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે અન્ય ધારાસભ્યોને નવસારીથી પોલીસે પરત કર્યા હોવાના ગંભીર આક્ષેપ ગોપાલિ ઈટાલિયાએ લગાવ્યાં હતાં.

ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને પોલીસ પર પણ આક્ષેપ કર્યા હતાં.
ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને પોલીસ પર પણ આક્ષેપ કર્યા હતાં.

ટોર્ચરીંગ થઈ રહ્યુ છે-ઈટાલિયા
શિવસેનાના ધારાસભ્યોને ગોંધી રાખીને તેના પર ટોર્ચરીંગ કરવામાં આવી રહ્યાનું ઉમેરતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, અમારી પાસે આધારભૂત સુત્રો પાસેથી માહિતી મળી છે. ભાજપ પોતાની સરકાર બનાવવા માટે થઈને ધારાસભ્યો પર ત્રાસ ગુજારી રહ્યું છે. જે ખરેખર ન થવું જોઈએ.સત્તા માટે થઈને ભાજપ દ્વારા આ સમગ્ર ખેલ ખેલવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...