તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:રાજ્યમાં A-1 ગ્રેડમાં સૌથી વધારે સુરતના 2,991 વિદ્યાર્થી, પરિણામ સારૂ બતાવવા સ્કૂલોની લ્હાણી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો. 10માં ગત વર્ષે A-1 ગ્રેડમાં 350 વિદ્યાર્થી હતા, આ વખતે 2641 વિદ્યાર્થીઓ વધી ગયા

શિક્ષણ વિભાગે મંગળવારે મોડી રાત્રે ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું છે. સતત પાંચમાં વર્ષે સુરત રાજ્યમાં અવ્વલ રહેવાની સાથે ડંકો વગાડ્યો છે. રાજ્યના એ-1 ગ્રેડના 17186 વિદ્યાર્થીમાંથી સૌથી વધારે 2991 વિદ્યાર્થી સુરતના છે. આ સ્થિતિને પગલે ધો-11માં સાયન્સ અને ડિપ્લોમા કોલેજમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધી જશે. એ સાથે જ એ-2થી સી-2 ગ્રેડ મેળવનારા રાજ્યમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ પણ સુરતના જ છે.

નિષ્ણાતોના મતે ધોરણ-11 સામાન્ય પ્રવાહની સાથે આઇટીઆઇ કોલેજોમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધી જશે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં રાજ્યના 1671 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ અને 23,754 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ લાવ્યા હતા તેમજ સુરતના 350 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ અને 4,585 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મળ્યો હતો. ધો.10ના જાહેર થયેલા આ પરિણામથી સ્પષ્ટપણે જોઇ શકાય છે કે શાળાઓએ પોતાનું સારૂ દેખાડવા ખોબલે ને ખોબલે માર્ક્સ આપ્યા છે.

સાયન્સ, કોમર્સ અને ડિપ્લોમામાં ધસારો વધશે, આર્ટ્‌સમાં ઘટી શકે
એજ્યુકેશન એક્સપર્ટ ડો.કેતન શેલતે કહ્યું હતું કે, એ-1 ગ્રેડ સાથે જ એ-2થી સી-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી આ વખતે મોટાભાગના વિદ્યાર્થીઓ ધો. 11 આર્ટ્સમાં એડમિશન નહીં મેળવીને ધોરણ-11 કોમર્સ તરફ વધારે જશે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારી છે. એજ્યુકેશન એક્સપર્ટ ડો. અનીષા મહિડાએ જણાવ્યું હતું કે, ધોરણ-10માં એ-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ ખૂબ જ વધી ગયા છે. જેથી આ વર્ષે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ડિપ્લોમા કોલેજમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી જશે. શિક્ષણ બોર્ડે વર્ગમાં 75 વિદ્યાર્થીઓ બેસાડવાની મંજૂરી આપી છે તો પણ વર્ગ ઓછા પડશે. બોર્ડે ધોરણ-11 સાયન્સમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની મંજૂરી આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...