રાજ્યમાં સૌથી વધારે ઓનલાઈન સેલર સુરતમાં છે. અમદાવાદમાં 7 હજાર, બરોડામાં 4 હજાર, રાજકોટમાં 2500 જ્યારે સુરતમાં 42 હજાર સેલરો છે. સુરતનું વાર્ષિક ટર્નઓવર 3 હજાર કરોડનું છે. સુરતમાંથી ટેક્સટાઈલ, હોમ-કિચન એપલાયન્સીસ, ફૂટવેર, રેડિમેડ ગાર્મેન્ટ, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, સહિતની 15 પ્રકારની વસ્તુઓનું સૌથી વધારે વેચાણ જોવા મળી રહ્યું છે.
શહેરના ઓનલાઈન સેલરો ચાઈના સહિતના દેશોમાંથી વસ્તુઓ ઈમ્પોર્ટ કરીને ઓનલાઈન મારફત દેશના અલગ અલગ શહેરોમાં વેચાણ કરી રહ્યા છે. આ ઓનલાઈન બિઝનેસ દ્વારા શહેરમાં 1.50 લાખ લોકોને રોજગારી પણ મળી રહી છે. ઓનલાઇન સેલિંગમાં મુંબઈમાં 70 હજાર, દિલ્હીમાં 60 હજાર સેલરો બાદ સુરત શહેર દેશમાં ત્રીજા ક્રમે આવે છે. શહેરના એમેઝોન ડિજિટલ કેન્દ્ર પરથી આ વિગતો જાણવા મળી હતી.
રોજગારી છિનવાઈ જતા યુવકો ઓનલાઇન બિઝનેસ તરફ વળ્યા
કોરોના કાળમાં રોજગાર ધંધા બંધ હતાં ત્યારે સુરતમાંથી ઓનલાઈન સેલિંગ તરફ યુવાનો વળ્યા હતાં. ખાસ કરીને 22 વર્ષથી લઈને 32 વર્ષના યુવાનોએ ઓનલાઈન સેલિંગને બિઝનેસ બનાવ્યો હતો. ખાસકરીને રોજગારી છીનવાઈ ગઈ હોય તેવા લોકો હતા. સુરત શહેરમાં છેલ્લા એક વર્ષમાં જ 5 હજાર ઓનલાઈન સેલર ઉમેરાઈ ગયા છે.
એપ્લાયન્સીસ અને ગાર્મેન્ટના સેલરો વધુ
સુરતના એમેઝોન ડિજિટલ કેન્દ્રના ડિરેક્ટર સંદિપ કથિરિયા કહે છે કે, ‘શહેરમાં દિવસે દિવસે ઓનલાઈન સેલરો વધી રહ્યા છે. સુરતમાં સ્કોપ વધારે દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ટેક્ષટાઈલ અને હોમ-કિચન એપલાયન્સ સુરતમાંથી વધારે ઓનલાઈન સેલ થઈ રહ્યા છે.’
કપડાંના રિટર્ન ગુડ્ઝ સસ્તામાં વેચીને પણ કમાણી
કોરોનાને કારણે સૌથી વધુ ટેક્સટાઈલના ગુડ્સ રિટર્ન આવી રહ્યા છે. શહેરના 22 વર્ષથી લઈને 32 વર્ષના યંગસ્ટર્સ આ રિટર્ન ગુડ્સમાંથી પણ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ટેક્સટાઈલનો જે માલ રિટર્ન આવે છે તેને સસ્તા ભાવમાં ખરીદી કરીને ઓનલાઈનમાં વેચાણ કરી રહ્યા છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.