માંગ:40 વર્ષથી માંગ છતાં સુરતને હાઇકોર્ટની બેન્ચ અપાતી નથી: બાર એસોસિએશન

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીચલી કોર્ટ નિર્દોષ છોડે તો આ કેસ બોર્ડ પર આવતા 15 વર્ષ નિકળી જાય છે

રાજકોટને હાઇકોર્ટ બેન્ચ આપવાની ચર્ચા સાથે હવે સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસો.એ પણ સુરતને હાઇકોર્ટ બેન્ચ આપવાની 4 દાયકા જૂની માંગ ફરી કરી છે. સુરતના વધતા જતા વ્યાપ, વસ્તી સહિતના મુદ્દા તેમજ હાઇકોર્ટ બેન્ચ સુરતમાં ન હોવાથી કાયદાકીય મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમકે નીચલી અદાલત કોઈ એક આરોપીને શંકાના આધારે છોડે કે નિર્દોષ જાહેર કરી ત્યારે આ જ કેસ ફરી હાઇકોર્ટ-બોર્ડ સુધી આવતા 15 વર્ષ જેટલો સમય નિકળી જાય છે.

બેન્ચની રજૂઆતમાં શું-શું કહેવાયુ છે

  • સુરતની વસ્તી 80 લાખ છે, વકીલ મંડળમાં 7580 વકીલો નોંધાયેલા છે.
  • હાલ અમદાવાદમાં જ બેન્ચ છે, હાઇકોર્ટમાં સુરત, ભરૂચ, નવસારી, વ્યારા, વલસાડ ડાંગ વગેરે જિલ્લાના કેસ પણ ફાઇલીંગ થાય છે.
  • એડવોકેટ કલ્પેશ દેસાઈ કહે છે કે કેસના ભારણને જોતા સુરતમાં હાઇકોર્ટની બેન્ચ હોવી જ જોઇએ. એડવોકેટ સોનલ શર્મા કહે છે કે દર વર્ષે સુરતના કેસ વધી રહ્યા છે એટલે સુરતમાં જ હાઇકોર્ટની બેન્ચ હોય એ જરૂરી છે. એડવોકેટ કેતન રેશમવાલા કહે છે કે સુરતની વર્ષોથી માગણી રહી છે કે હાઇકોર્ટની બેન્ચ મળે, હાઇએસ્ટ લિટિગેશન સુરત, દક્ષિણ ગુજરાતના છે.

રાજ્ય સરકારની મંજૂરી જરૂરી
બાર પ્રમુખ રમેશ કોરાટ કહે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ હાઇકોર્ટ બેન્ચની સ્થાપનાની પ્રપ્રોઝલમાં રાજય સરકાર, ઇન્ફ્રાસ્ટ્રકચર-આનુષંગિક ખર્ચ ઉઠવશે તેવી સંમતિ આપે અનેત્યારબાદની કેટલીક પ્રોસેસ બાદ થાય છે. ચાર દાયકાથી હાઇકોર્ટ બેન્ચની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...