તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભય:સુરતના હજીરા બાયપાસ રોડ પરથી રાત્રે દીપડા જેવું જંગલી પ્રાણી દેખાતા લોકોમાં ડરનો માહોલ

સુરત10 મહિનો પહેલા
હજીરાની કંપનીના કેમેરામાં જંગલી પ્રાણી દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. - Divya Bhaskar
હજીરાની કંપનીના કેમેરામાં જંગલી પ્રાણી દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
  • બાયપાસ રોડ પર રાત્રિના સમયે સ્થાનિકોએ જવાનું બંધ કર્યું

સુરત નજીક આવેલા હજીરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જંગલી પ્રાણી દેખાયું છે. કંપનીના CCTV કેમેરામાં દેખાયેલા હિંસક જંગલી પ્રાણીને લઈને આસપાસના ગામમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. સ્થાનિક લોકોએ હજીરા બાયપાસ રોડ તરફ જવાનું બંધ કરી દીધુ છે. હિંસક પ્રાણીએ દેખા દીધી હોવાનો મેસેજ પણ લોકો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી રહ્યાં છે. જેથી લોકો અવાવરૂ વિસ્તારમાં જતાં અટકી શકે. બીજી તરફ લોકોમાં ડરનો માહોલ પેદા થયો હોવાથી જંગલ ખાતાને જાણ કરવામાં આવી છે. જેથી વન વિભાગ દ્વારા 3 પાંજરા આ વિસ્તારમાં મુક્યાં છે. જેથી આ પ્રાણીને પાંજરામાં પૂરી શકાય.

હિંસક પ્રાણી દેખાયાનો મેસેજ વાઈરલ
હજીરા બાયપાસ રોડ પર કંપનીના CCTVમાં હિંસક પ્રાણી દેખાયું હોવાનો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. અવાવરૂ વિસ્તારમાં દીપડા જેવું પ્રાણી દેખાયું હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. લોકો મેસેજ દ્વારા અન્યોને સાવધાન કરી રહ્યાં છે. તેમજ પ્રાણી દેખાય તો સરપંચ કે તલાટીને જાણ કરવાની હિમાયત કરી રહ્યાં છે.

પાંજરા ગોઠવ્યાં
ડરેલા હજીરા સહિતના આસપાસના લોકોએ વનવિભાગને જાણ કરી છે. જેથી વનવિભાગે જંગલી પ્રાણીને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવી દીધા છે. 3 જેટલા પાંજરા મુકીને હિંસક પ્રાણીને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.