સુરતના ક્રાઈમ સમાચાર:સુરત તમંચા અને જીવતા કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો, તમંચો આપનાર વોન્ટેડ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તમંચા અને જીવતા કાર્ટીસ સાથે SOGએ રીઢો ગુનેગાર ઝડપી પાડયો - Divya Bhaskar
તમંચા અને જીવતા કાર્ટીસ સાથે SOGએ રીઢો ગુનેગાર ઝડપી પાડયો

સુરત એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાં એક રીઢા આરોપીને તમંચા અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ તમંચો આપનાર ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

તમંચા સાથે એક ઈસમને SOG એ ઝડપી પાડ્યો

સુરત પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. તેમજ નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાંથી એસઓજી પોલીસે એક આરોપીને તમંચા સાથે ઝડપી પાડી જેલભેગો કર્યો છે. સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક તમંચા સાથે પાંડેસરા વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજી પોલીસે પાંડેસરા વડોદ ગામ બાપુનગર પાસેથી આરોપી વિશાલ રવી કાલીયા રણજીત શાહને ઝડપી પાડ્યો હતો.

તમંચો આપનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો.

પોલીસે તેની પાસેથી ૧ તમંચો તેમજ ૧ જીવતો કાર્ટીસ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં તેની સામે ભૂતકાળમાં પાંડેસરા પોલીસ મથકમાં ૫ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું તેમજ તેને તમંચો આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...