તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:ગુરુકુળમાં રક્ષાબંધનના દિવસે રાખડીઓના હિંડોળામાં ભગવાનને ઝુલાવાયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ વદ બીજના હિંડોળા ઉત્સવનું સમાપન થશે

નવસારી અને સુરતના સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો તથા પાર્ષદોએ આજે રક્ષાબંધનના દિવસે રાખડીઓ નો હિંડોળો બનાવ્યો હતો. હરિકૃષ્ણ મહારાજને તેમાં પધરાવી પૂજન વંદન કરવામાં આવ્યું હતું. સંગીતજ્ઞ સંતોએ ભગવાનને કીર્તનના ગાન સાથે હિંડોળામાં ઝૂલાવી અનેરો લ્હાવો લીધો હતો. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર શ્રાવણ વદ બીજના હિંડોળા ઉત્સવનું સમાપન થશે.

ભાવિકો ઓનલાઈન હિંડોળાનો લાભ લે છે
હાલ સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળાના દિવસો ચાલે છે. દર વર્ષે અષાઢ સુદ બીજથી શ્રાવણ વદ બીજ દરમિયાન મંદિરોમાં હિંડોળા મહોત્સવ ઉજવાય છે. યુવાનો અને યુવતીઓ પોતાની કળા કૌશલ્યથી મંદિરોમાં હિંડોળા બનાવી ભગવાનને રિઝવૅ છે. કોરોનાના કારણે આ વર્ષે હરિવરને હિંડોળે ઝૂલાવવાની હૈયાની હામને યુવાનો પુરી ન કરી શક્યા.છતાં મંદિરોમાં પૂજારીઓ તેમજ અંતેવાસીઓએ ભગવાનને હીડોળે એક મહિના સુધી ઝુલાવ્યા છે. જેનો ઓનલાઇન ભાવિકોએ લાભ લીધેલ લે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો