• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Grishma Murder Case, Fennil Convicted, Court Notes Shaking Video For Justice Watched 35 Times, Nothing Like Love In Video

સુરત ગ્રીષ્મા હત્યા કેસ:ફેનિલને દોષિત ઠેરવી કોર્ટે નોંધ્યું- ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર જોયો; પ્રેમ જેવું કંઈ જણાતું નથી

સુરત4 મહિનો પહેલા
  • હત્યાનો વીડિયો ગ્રીષ્માના કેસમાં મહત્ત્વનો પુરાવો

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે હત્યારા ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. આ સાથે કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટમાં જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં બંને વચ્ચે કોઈ પ્રેમ હોય એવું જણાતું નથી.

વ્યક્તિ ખોટું બોલે, પુરાવા નહીં
કોર્ટમાં આજે ફેનિલને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ફેનિલને દોષિત જાહેર કરી જણાવ્યું હતું કે આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સત્ય પુરવાર થયા છે. કોર્ટ માટે પણ આ વીડિયો જોવો મુશ્કેલ નહોતો. એટલો હચમચાવી નાખનારો હતો છતાં ન્યાય માટે વારંવાર જોયો છે. વ્યક્તિ ખોટું બોલે, પુરાવા નહીં. આરોપીની માનસિકતા ખૂબ ક્રૂર દેખાતી હતી. બચાવ પક્ષે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમ સંબંધની વાત કરી પણ વીડિયોમાં જણાતી નથી.

ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરાઈ હતી.
ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરાઈ હતી.

માત્ર ફોટાથી પ્રેમસબંધ જ હોય એ માની લેવાય નહીં
વીડિયો ઉતારનારી વ્યક્તિ ગ્રીષ્મા કે ફેનિલને ઓળખતી ન હતી. કુદરત યોગ્ય ઇન્સાફ ઈચ્છતો હોય એમ આ વીડિયો અનાયાસે ઉતારી લેવાયો છે, જે આ કેસમાં મહત્ત્વનો પુરાવો બન્યો છે. બચાવ પક્ષે ફેનિલને દાઝેલા પ્રેમી તરીકે રજૂ કરાયો. પ્રેમસંબંધના ફોટા કોર્ટે જોયા છે. માત્ર તેના થકી તેમની વચ્ચે પ્રેમસંબંધ જ હોય એ માની લેવાય નહીં.

ફેનિલના ચહેરા પર કોઈ અફસોસ પણ જોવા ન મળ્યો.
ફેનિલના ચહેરા પર કોઈ અફસોસ પણ જોવા ન મળ્યો.

મોબાઈલના ડેટા 3 દિવસ ચેક કરાયા
ફેનિલ અને ગ્રીષ્માના મોબાઈલના તમામ ડોક્યુમેન્ટમેન્ટ લેવામાં આવ્યા છે. ડેટા 3 દિવસ ચેક કરવામાં આવ્યા છે. ડિલિટ કરેલી ચેટ પણ ફરીથી સ્ટોર કરી ચેક કરવામાં આવી છે. ફેનિલ તેને મળવા માગતો હતો. ગ્રીષ્માને મળવાની ઈચ્છા ન હતી એ સ્પષ્ટ થાય છે. આ તો કેવો પ્રેમ, જે ક્રૂર રીતે હત્યા કરી નાખે.