એચીવમેન્ટ:ઇન્ડિયા સાઈકલ ફોર ચેન્જમાં સુરતને સર્ટિફિકેટ ઓફ એચિવમેન્ટ મળ્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંગલોરમાં હેલ્ધી સ્ટ્રીટસ કેપેસિટી ડેવલપમેન્ટ વર્કશોપ યોજાયો
  • ૩ વર્ષ માટે સાઈકલિંગ, વોકિંગ પ્રમોટ કરવા તાકીદ કરાયું

ઇન્ડિયા સાઈકલ ફોર ચેન્જ અને સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જોમાં ભાગ લેનાર તમામ શહેરો માટે બેંગ્લોર ખાતે હેલ્થી સ્ટ્રીટસ કેપેસિટી ડેવલપમેન્ટ વર્કશોપનું 7 અને 8 જુલાઇ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગર પાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ ભાગ લેવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા સુરત શહેરને ઇન્ડિયા સાઈકલ ફોર ચેન્જના પ્રથમ સ્ટેજ-૧માં પ્રશંસનીય પરફોર્મન્સ કરી સ્ટેજ-૨માં કવોલિફાય થયેલ કુલ ૧૧ શહેરો પૈકી ક્વોલિફાય થવા બદલ સર્ટીફીકેટ ઓફ એચીવમેન્ટ આપવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ શહેરોને સાઈકલીંગ-ફ્રેન્ડલી સિટી, હેલ્ધી સ્ટ્રીટસ પોલિસી, હેલ્થી સ્ટ્રીટસ ડિઝાઇન ગાઇડલાઇન્સ, પાર્કિંગ પોલીસી વગેરે સેશનો મારફત માહિતી આપવામાં આવી હતી. તેમજ આગામી ૩ વર્ષ માટે સાઈકલિંગ અને વોકિંગ પ્રમોટ કરવા અંગે એકશન પ્લાન બનાવવામાં પણ જણાવેલ છે. વધુમાં વર્કશોપમાં ભાગ લેનાર તમામ શહેરોને સાઈકલિંગ ફ્રેન્ડલી અને વોકિંગ ફ્રેન્ડલી સિટી બનાવવા માટે શહેરીજનોમાં જાગૃતતા લાવવાના ઉદ્દેશથી સાઈકલ ટુ વર્ક, સાઈકલ ટુ શોપ, ઓપન સ્ટ્રીટસ તેમજ પેડેસ્ટ્રીઅન ડે વગેરે જેવા વિવિધ અભિયાન શરૂ કરવા જણાવ્યું હતું.

બાઈસીકલ શેરીંગ એપમાં 1.50 લાખ રજિસ્ટ્રેશન
શહેરમાં પબ્લિક બાયસીકલ શેરીંગ સિસ્ટમ અંતર્ગત 119 સ્ટેશનો અને 1267 સાઈકલ કાર્યરત છે. આજદિન સુધીમાં બાયસીકલ શેરીંગ એપ પર 1.50 લાખ રજિસ્ટ્રેશન થયા છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ સાઈકલની સવારી કરી છે. દૈનિક સરેરાશ 1500 લોકો સાઈકલની રાઇડ કરે છે. રૂા.8.91 કરોડના ખર્ચે બાયસીકલ શેરીંગ પ્રોજેકટ હાથ ધરાયો છે.

અન્ય સમાચારો પણ છે...