તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખું બર્થડે સેલિબ્રેશન:સુરતની યુવતીએ 18 વર્ષ પૂર્ણ થતાં રક્તદાન શિબિર યોજી, 22 બોટલ લોહિ એકત્ર કરીને બાળપણનો સંકલ્પ પૂરો કર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જન્મદિવસે જ રક્તદાન કેમ્પ યોજીને રુચિએ નવો ચીલો ચાતર્યો છે. - Divya Bhaskar
જન્મદિવસે જ રક્તદાન કેમ્પ યોજીને રુચિએ નવો ચીલો ચાતર્યો છે.
  • જન્મદિવેસ જ રુચિ વરિયાને 7 વર્ષની ઉંમરે રક્તદાન શિબિર યોજવા કરેલો સંકલ્પ પૂર્ણ કર્યો

સુરત શહેરમાં હાલ અસામાજિક તત્ત્વો, પોલીસ કર્મચારીઓ દ્વારા જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. તેવા સમયે તમામ લોકોને પ્રેરણા મળે તે રીતે શહેરની એક યુવતીએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર સાથે સામાજિક સંદેશો આપ્યો હતો. રક્તદાન શિબિરમાં 18 યુનિટ રક્તદાન કરાવવા સંકલ્પ થયો હતો, તેની સામે 22 યુનિટ રક્ત એકત્ર કરીને રુચિ વરિયાએ અનોખો સામાજિક સંદેશ પૂરો પાડ્યો હતો. સાથે જ હાલ કોરોનાકાળમાં રસીકરણ સમયે રક્તદાન ઓછું થતું હોવાથી મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા હાંકલ કરી હતી.

રક્તદાન જેવા સેવાકીય કાર્યોને જીવનમાં વણી લેવા હાંકલ કરાઈ હતી.
રક્તદાન જેવા સેવાકીય કાર્યોને જીવનમાં વણી લેવા હાંકલ કરાઈ હતી.

શાળા કોલેજના મિત્રોએ રક્તદાન કર્યું
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી રુચિ નરેશકુમાર વરિયા એમટીબી આટર્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. રુચિએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર યોજી કરી હતી. સુમુલ ડેરી રોડના અરિહંત પાર્કના આદિત્યનાથ એપા.,ના પાર્કિંગમાં યોજાયેલ શિબિરનું પથવિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વજુભાઈ પારેખ તથા લોકદ્રષ્ટિ ચક્ષુબેન્કના ડો. પ્રફુલ્લ શિરોયાના હસ્તે ઉદ્દઘાટન થયું હતું. રુચિએ પોતે જ રક્તદાન કરી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. શિબિરમાં 22 બોટલ રક્ત એકઠું થયું હતું. રુચિએ કરેલા રક્તદાન શિબિરના આયોજનમાં શાળા કોલેજના મિત્રો, સંકલ્પ ગૃપના મલય મણિયાર, દિવ્યેશ મહેતાનો સહયોગ રહ્યો હતો. રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા રક્ત એકઠું કરાયું હતું.

રક્તદાન કેમ્પમાં 22 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પમાં 22 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

સંકલ્પ પૂર્ણ થયાની ખુશી-રુચિ
જન્મદિને રક્તદાન શિબિરના આયોજન કરવા અંગે રુચિએ જણાવ્યું હતું કે, જ્યારે હું 7 વર્ષની હતી ત્યારે મને ડેંગ્યું થયો હતો. એ સમયે મને લોહીની બે બોટલ ચઢવવી પડી હતી.જેથી હું રકતદાન કરવાની મારી લાંબા સમયથી ઈચ્છા હતી. પરંતુ ઉંમર નાની હોય રક્તદાન કરી શકતી નહોતી. એટલે સંકલ્પ કર્યો હતો કે, 18મા વર્ષના જન્મની ઉજવણી ઓછામાં ઓછા 18 યુનિટ રક્તના દાન સાથે કરવી. મને આ આયોજન કરવાનો આનંદ એટલે છે કે ,હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલે છે અને લોહી અછત છે ત્યારે મારું આ નાનું કાર્ય લોકો માટે ઉપયોગી બનશે. રુચિએ વધુમાં જણાવ્યું હતું કે, રક્તદાનથી આપણે કોઈનું જીવન બચાવી શકીએ છીએ. આપણે સમાજને કદાચ ધનથી સહાય રૂપ ન બની શકીએ પણ રક્તનું દાન કરી શકીએ છીએ જેના માટે ધનવાન હોવું જરૂરી નથી.

રક્તદાન કેમ્પ યોજીને રુચિએ અદમ્ય ખુશી થયાની લાગણી અનુભવી હતી.
રક્તદાન કેમ્પ યોજીને રુચિએ અદમ્ય ખુશી થયાની લાગણી અનુભવી હતી.