તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર લોન યોજના:510 કરોડની લોન સાથે સુરત પ્રથમ, સપ્ટેમ્બર મહિના સુધી10204 કરોડની લોન લીધી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત વર્ષ કરતા સુરતીઓએ 2630 કરોડની ઓછી લોન લીધી

કોરોનાની અસર બેંકોના લોન માટેના એન્યુલ ક્રેડિટ પ્લાન(એસીપી)ને પણ થઈ છે. વર્ષ 2019-20માં સપ્ટેમ્બર સુધીમાં 45 જેટલી નેશનલાઈઝ્ડ અને પ્રાઈવેટ બેંકો દ્વારા સુરત જિલ્લામાં રૂ.12,834.19 કરોડની પ્રાયોરિટી સેક્ટર્સ જેવા એટલે કે એગ્રીકલ્ચર, એમએસએમઈ, એજ્યુકેશન અને હાઉસિંગ સહિતના સેક્ટરમાં ધિરવામાં આવી છે. તેની સામે ચાલુ વર્ષ 2020-21માં સપ્ટેમ્બર માસ સુધીમાં રૂ.10,204.17 કરોડની લોનનું ધિરાણ થયું છે. કોરોનાની સ્થિતિ વચ્ચે પણ જિલ્લાની 45 બેંકો દ્વારા લોન માટેના એન્યુલ ક્રેડિટ પ્લાન પ્રમાણે 49.08 ટકાનો ટાર્ગેટ હાંસલ કરવામાં આવ્યો છે. જોકે, સરકાર દ્વારા જાહેર કરાયેલી આત્મનિર્ભર લોન યોજના 1 અને 2 અંતર્ગત રૂ.1 અને 2.50 લાખની લોન મેળ‌વવામાં સુરત રાજ્યમાં નંબર 1 રહ્યુ હતું.

કોરોનાના કારણે ચાલુ વર્ષે સરકાર દ્વારા તા.21 માર્ચથી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તા.19મી મેના રોજ થયેલી અનલોક-1ની જાહેરાત સાથે બાદ શહેરના ધંધા-ઉદ્યોગો કાર્યરત થયા હતા. જેના કારણે નાણાંકીય વર્ષના શરૂઆતના જ 4 માસ વેપાર-ધંધો ઠપ રહેવાની સાથે શાળા-કોલેજો બંધ રહેતાં નવું ધિરાણ લેવા માટે ધંધાદારી કે સામાન્ય વર્ગ આગળ આવ્યા હતા નહીં. જોકે, તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નાના નોકરિયાત અને ધંધાદારી વર્ગ માટે રૂ.1 અને 2.50 લાખની આત્મનિર્ભર 1 અને 2 યોજના જાહેર કરવામાં આવી હતી.

ઓક્ટોબરના મધ્યમાં પૂર્ણ થયેલી આ યોજના પૈકી 42,832 અરજીઓ પૈકી રૂ.510 કરોડનું લોનનું ધિરાણ કરવા સાથે સુરત રાજ્યભરમાં નં.1ના સ્થાન પર રહ્યું છે. જોકે, અન્ય પ્રાયોરિટી સેક્ટરની લોન જેવી કે, એજ્યુકેશન, એગ્રીક્લ્ચર, એમએસએમઈ, એજ્યુકેશન, હાઉસિંગ સેક્ટરમાં લોનનો આંક ઘટ્યો છે. આ અંગે લીડ બેંકના અધિકારીઓ જણાવે છે કે, ગયા વર્ષે કુલ એન્યુલ ક્રેડિટ પ્લાનના 74.19 ટકાનો સપ્ટેમ્બર માસ સુધીનો લોનનો ટાર્ગેટ હાંસલ કરવામાં જિલ્લાની 45 બેંકોને સફળતાં મળી હતી. જોકે, ચાલુ વર્ષે કોરોનાના કારણે ચાલુ વર્ષના કુલ એન્યુલ ક્રેડિટ પ્લાનના 49.08 ટકા એટલે કે 50 ટકા સુધી ટાર્ગેટ હાંસિલ કરવામાં સફળતાં રહી છે.

કયા સેક્ટરમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનું ધિરાણ

સેક્ટર2019-202020-21
એગ્રીકલ્ચર218.5163.9
એમએસએમઈ914.7776.15
એજ્યુકેશન8.42.51
હાઉસિંગ101.8649.67
અન્ય13.634.86
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો