તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટની દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. - Divya Bhaskar
રાજકોટની દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
  • સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત 70થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા

સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી સંભવિત દુર્ઘટનાનો સામનો કરવાં ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’યોજાઈ હતી. નવી સિવિલ આરોગ્ય તંત્રની પ્રેરણાથી નવી સિવિલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધી દ્વારા સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસર સહિત સિવિલના 70થી વધુ કર્મચારીઓને અગ્નિશામકોના ઉપયોગ અને ઈમર્જન્સીમાં સાવચેતી અગે નિદર્શન કરી તાલીમબદ્ધ કરાયા હતાં. આગ કે અન્ય આકસ્મિક ઘટના બને ત્યારે જાનમાલનું નૂકસાન નિવારવા અંગેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. આકસ્મિક આગની ઘટના સમયે અગમચેતીના પગલાંરૂપે સુરક્ષાકર્મીઓને અગ્નિશામક જેવા બચાવના સાધનોનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી આગની ઘટના બને તો વ્યવહારિક અમલ થઈ શકે.

એમ્બ્યુલન્સને જ પાર્કિંગની પરવાનગી
હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, સુરતમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે સિવિલ તંત્રવાહકોને બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિંગ યોજીને તાલીમ આપવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ અને કોવિડ-૧૯ હોસ્પિટલની આસપાસ માત્ર એમ્બ્યુલન્સને જ પાર્કિંગ પરવાનગી આપવામાં આવી છે.

કર્મચારીઓએ ભાગ લીધો
આસપાસનો વિસ્તાર ‘પાર્કિંગ ફ્રી’ એરિયા રહેશે. જેથી આગ જેવી આકસ્મિક ઘટનામાં બચાવના વાહનોની અવરજવર અબાધિત રીતે થઈ શકે અને બચાવકાર્યમાં કોઈ અડચણ પેદા ન થાય. સિવિલના કર્મચારીઓએ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગનો સામનો કરવાની વિવિધ પદ્ધતિઓ અને બચાવકાર્ય વિષે માહિતગાર થયા હતા.