તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:તોડ દેંગે તુમ્હારા શરીર કા કોના કોના, લેકિન નહીં હોને દેંગે તુમકો કોરોનાના ડાયલોગથી ફેમસ થયેલો પોલીસ જવાન હીરા કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

સુરત10 મહિનો પહેલા
વીડિયોથી ફેમસ થનાર પોલીસ જવાન લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા છે
 • પોલીસ જવાન પ્રવિણ પાટીલનો વીડિયો દેશભરમાં વાઈરલ થયો હતો
 • સુરત પોલીસનું નામ દુનિયામાં રોશન થાય તે જ મહેચ્છા છેઃ પ્રવિણ પાટીલ

ઉધના વિસ્તારમાં ભેગી થયેલી ભીડને છૂટી કરવા માટે પોલીસ જવાના પ્રવિણ પાટીલ દ્વારા મોબાઈલ વાનમાં લગાવેલા સ્પીકરમાં આવેલા એનાઉન્સમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં એનાઉન્સમેન્ટ કહે છે કે, તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના લેકિન હોને નહીં દેંગે તુમકો કોરોના, આપ સમજો હમ આપકી ભલાઈ કે લીયે હી યે સબ કર રહે છે. આ વીડિયો એટલી હદે વાઈરલ થયો હતો કે, ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી, નેતાઓ સહિતાનાએ વખાણ કર્યા હતા. હવે આ પોલીસ જવાનને સુરતની હીરા કંપની દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા ફરી ચર્ચામાં આવ્યો છે. 

હીરા કંપનીએ પોલીસ જવાનના ફોટો સાથે બેનર બનાવ્યું

પોલીસ જવાન પ્રવિણ પાટીલે જણાવ્યું હતું કે, તેના મિત્રોનો ફોન આવ્યો હતો અને સુરત પોલીસનું નામ દુનિયાભરમાં રોશન થાય તેમ હોવાથી તેણે તેમના ફોટાનો ઉપયોગ કરવાની હા પાડી હતી. આ માટે તેમણે કોઈ લેખિત કે મૌખિક કોન્ટ્રાક્ટ કર્યો નથી કે રૂપિયા પણ લીધા નથી. તેમની ઈચ્છા એટલી જ છે કે, સુરત પોલીસનું નામ રોશન થાય અને કોરોનામાં શહેર પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ કપરી સ્થિતિમાં શહેરના લોકોની જે સેવા કરી છે તે વાત લોકો સુધી પહોંચે. કતારગામ ખાતે આવેલી હીરા કંપનીએ તેના સ્લોગનમાં લખ્યું છે કે, સુરતના પોલીસ જવાના સાથેના ફોટો સાથે લખ્યુ છે કે, આપણે આવતી કાલે બહાર ફરી શકીએ તે માટે આજે તેઓ બહાર ફરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો