તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ડુમસમાંથી એક કરોડના ડ્રગ્સ સાથે યુવક પકડાયો, આજે પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી મિડીયાને વધુ માહિતી આપે તેવી શકયતા

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા બાતમીના આધારે યુવકને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા બાતમીના આધારે યુવકને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સના નેટવર્કને પકડી પાડ્યું હોય તેમ આરોપી ઝડપાયો

પોલીસની સ્પેશીયલ ડ્રાઇવમાં સુરત પોલીસની ક્રાઇમબ્રાંચે મંગળવારે સવારે 8 વાગ્યે ડુમસ એરપોર્ટ પાસે ડુમસ ગામ તરફ જવાના રોડ પર એક કારમાં એમ.ડી. ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા સલમાન ઉર્ફે અમન મહંમદ હનીફ ઝવેરી (રહે. આશિયાના કોમ્પલેક્સ, અડાજણ, પાટિયા)ને દબોચી લીધો છે. વધુમાં પોલીસને તેની પાસેથી 1 કરોડ 4 લાખનું એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. સલમાન અને આદિલ બંને ભાગીદારીમાં ડ્રગ્સનો જથ્થો લાવ્યાં હતાં. પોલીસે કાર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આદિલ વોન્ટેડ છે. ડીસીબીઅે આ બાબતે પૂછપરછ જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. ડ્રગ્સ પેડલરનું મુંબઈ કનેક્શન હોવાની આશંકા છે. જો કે આ બાબતે ક્રાઇમબ્રાંચના અધિકારીએ કોઈ સત્તાવાર સમર્થન આપ્યું ન હતું, ડીસીબીને આખી ચેનલનો પર્દાફાશ કરવા ટીમો બનાવી રેડ પાડી હતી. જયારે સુરત રેલવે સ્ટેશન નજીકની એક હોટેલમાંથી એક યુવતી અને યુવક નશો કરતા પકડાયા છે.

યુવતી કોલેજીયન છે અને તે વરાછામાં રહેતી અને મૂળ જુનાગઢની વતની હોવાની વાત છે. આ ઉપરાંત લાલગેટ અને વરાછામાંથી એમ.ડી.ડ્રગ્સ પકડાયું છે. ક્રાઇમબ્રાંચે છેલ્લા 24 કલાકમાં એમડી ડ્રગ્સના 3 થી 4 કેસો કર્યો હોવાની વાત છે. બુધવારે એક કરોડના એમ.ડી.ડ્રગ્સ સહિતના કેસોની બાબતે પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી મિડીયાને માહિતી આપે તેવી શકયતા છે. એમ.ડી.ડ્રગ્સ નજીક ડુમસની એક હોટેલમાં યુવકોને પાર્ટી સપ્લાય કરતા હોવાની આશંકા છે, ઉપરાંત કેટલાક સ્ટુડન્ટોને પણ સપ્લાય કરી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલાં પણ સુરતમાંથી એમડી ડ્રગ્સ પકડાયું હતું.

ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા આરોપી ઝડપાયો
યુવાનો નશીલા પદાર્થના રવાડે ચડીને પોતાની જિંદગી બરબાદ કરે તે અગાઉ જ પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં ડ્રગ્સ સહિતના ક્વોલિટી કેસ પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે ડુમસ વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી કરતાં અગાઉ જ યુવકને ઝડપી લેવામાં આવ્યો છે.

સ્પેશિયલ ડ્રાઈવમાં આરોપીઓ ઝડપાયા
પોલીસ દ્વારા ઘણા દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં છેલ્લા 2 થી 3 દિવસમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.ઉધના ખાતેથી ખટોદાર પોલીસે 1 લાખના ડ્રગ્સ સાથે એક ઝડપાયો હતો.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડુમસ વિસ્તારમાં એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો જોકે આ યુવાન ઝડપાયા બાદ તેની પાસેથી MD ડ્રગ્સનો મોટા પ્રમાણ જથ્થો મળી આવ્યો હતો. અંદાજીત 1 કરોડ કરતા વધુનો ડ્રગ્સ મળી આવતા પોલીસે આ ઈસમની ધરપકડ કરી છે. આ યુવાન આ નશીલા પદાર્થ ક્યાંથી લાવીયો હતો અને ક્યાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો