સુરત ક્રાઈમ સમાચાર:સુરત DRIની મોટી કાર્યવાહી ભારતમાં પ્રતિબંધિત કરાયેલી E - સિગારેટનો 20 કરોડ નો જથ્થો ઝડપી પાડ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત DRIએ સચિન હાઇવે પરથી પ્રતિબંધિત સિગારેટ નો 20 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો - Divya Bhaskar
સુરત DRIએ સચિન હાઇવે પરથી પ્રતિબંધિત સિગારેટ નો 20 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો

DRI દ્વારા સિગારેટનો ગેરકાયદેસરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સચિન હાઇવે ઉપર વોચ ગોઠવીને DRIની ટીમ ગોઠવાઈ ગઈ હતી મળેલી માહિતીના આધારે કન્ટેનરને રોકી તેને પૂછપરછ કરતા તેમાંથી 20 કરોડ એ સિગારેટનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

ગુજરાતમાં સિગારેટનો સૌથી મોટો ગેરકાયદેસર જથ્થો

DRIની ટીમ આજે સવારથી જ સચિન હાઇવે વિસ્તારને આસપાસ વોચમાં લાગી હતી. અધિકારીઓ અને માહિતી મળી હતી કે કોર્ટ પાસેથી આવતા કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે સિગારેટનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. હજીરા તરફથી આવતા કન્ટેનરને રોકવામાં આવ્યો હતો અને તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા અંદર સિગરેટ હોવાનું ઝડપાયેલા સમય કબૂલ્યું હતું. કન્ટેનરમાં મોટા પ્રમાણમાં સિગારેટ નો જથ્થો ઝડપાયો હતો.

ચાઇના થી મુંબઈ ખાતે લાવવામાં આવતી

ચાઇના થી ઘણી ઘણી વસ્તુઓ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતી હોય છે વિશેષ કરીને અલગ અલગ કોર્ટનો પણ તેમાં ઉપયોગ કરવવામાં આવ્યો હોવાનો ખુલાસો સમયાંતરે થતો રહ્યો છે. DRIની ટીમ દ્વારા ભૂતકાળમાં પણ સુરત પોર્ટ ઉપર ગેરકાયદેસર સિગારેટ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પરંતુ આ વખતે જે કન્ટેનર ઝડપાયો છે તેમાં અત્યાર સુધીનો સૌથી મોટો સિગારેટનો જથ્થો મળી આવ્યા હોવાનું DRIના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...