તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat District Water And Sanitation Committee Meeting Held, Drinking Water Schemes Approved At A Cost Of Rs 27 Crore In 10 Villages

નવી સુવિધા:સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ,  10 ગામોમા 27 કરોડના ખર્ચે પીવાના પાણીની યોજનાઓ મંજૂર કરાઈ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્લેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં યોજનાઓને 100 ટકા મંજૂરી અપાઈ હતી. - Divya Bhaskar
ક્લેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં યોજનાઓને 100 ટકા મંજૂરી અપાઈ હતી.
  • સમગ્ર જિલ્લામાં 3,70,358 નળ જોડાણ આપીને 92.76 ટકા કામગીરી પૂર્ણ કરાશે

સુરત જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓને 100 ટકા મંજૂરી મળી છે. સમગ્ર જિલ્લામાં 3,70,358 નળ જોડાણ આપીને 92.76 ટકા કામગીરી પૂર્ણ કરાશે. સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ(વાસ્મો)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ‘જલ જીવન મિશન’ અંતર્ગત જિલ્લાના 10 ગામોની 3755 ઘરોને આવરી લેતી રૂા.27.04 કરોડના ખર્ચે પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.

10 મોટા ગામોમાં પાણી પૂરવઠાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી
10 મોટા ગામોમાં પાણી પૂરવઠાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી

યોજનાઓને 100 ટકા મંજૂરી
બેઠકમાં કામરેજ ગામ, ઉભેળ, માંગરોળ તાલુકાનું મોસાલી અને કોસંબા, ઓલપાડ તાલુકાના કુડસદ, કીમ અને સાયણ, પલસાણા તાલુકાના પલસાણા ગામ, ચલથાણ અને વરેલી મળી કુલ 10 મોટા ગામોમાં પાણી પૂરવઠાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી આ ગામોની 194275 વસ્તીને સીધો ફાયદો થશે. આ સાથે સમગ્ર સુરત જિલ્લામાં પાણી પૂરવઠાની યોજનાઓને 100 ટકા મંજૂરી આપવામાં આવી છે. જેના પરિણામે આગામી સમયમાં જિલ્લાની સંપૂર્ણ વસ્તીને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.

કોઇપણ ગામનું ઘર પીવાનાં પાણી માટેના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે આયોજન
કોઇપણ ગામનું ઘર પીવાનાં પાણી માટેના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે આયોજન

513 ગામોમાં નળજોડાણ
જિલ્લામાં જલ જીવન મિશન અંતર્ગત જિલ્લાના કોઇપણ ગામનું ઘર પીવાનાં પાણી માટેના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે વાસ્મો દ્વારા સુચારૂં આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. વાસ્મોના કાર્યપાલક ઈજનેરે માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લાના 513 ગામોમાં 3,70,358 નળ જોડાણ આપીને 92.76 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે 197 ગામોમાં 22250 ઘર જોડાણોની કામગીરી પ્રગતિ હેઠળ છે. જિલ્લા કલેકટરે પ્રગતિ હેઠળની યોજનાઓ ઓકટોબર માસ સુધીમાં પૂર્ણ કરવા અને ક્રોસ વેરિફિકેશન દ્વારા કામગીરીની ચકાસણી કરવા તાકીદ કરી હતી.