તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat District AAP President Quits Party Over Allegations Of Internal Politics, Aam Aadmi Party Says, 'expelled Due To Anti party Activities'

ચૂંટણી પહેલા પક્ષપલટો:સુરત જિલ્લા AAP પ્રમુખે આંતરિક રાજકારણના આક્ષેપ લગાવી પક્ષ છોડ્યો,પાર્ટીએ કહ્યું-'પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને સ્થાન નહીં'

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બટુક વડોદરિયાએ કહ્યું કે, પક્ષમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
બટુક વડોદરિયાએ કહ્યું કે, પક્ષમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે.(ફાઈલ તસવીર)
  • આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠનમાં આંતરિક વિવાદ બહાર આવ્યો

વિધાનસભાની ચૂંટણીઓને હજુ ઘણો સમય બાકી છે. જો કે, તે અગાઉ દરેક પક્ષે ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું સામે આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના સુરત શહેર જિલ્લા પ્રમુખ બટુક વડોદરિયા છેલ્લા ઘણા સમયથી પાર્ટી વિરોધી કામ કરતા હોય એ પ્રકારની બુમરાણ મચી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંપર્કમાં હતા. પાર્ટીને શંકા હતી કે, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને તેના કારણે ગઈ કાલે રાતે જ તેમને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેથી આજે બટુક વડોદરિયા ભાજપમાં જોડાઈને કેસરીયો ધારણ કરશે.

જિલ્લાનું રાજકારણ ગરમાયું
વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં જ હવે સુરત શહેર અને જિલ્લાનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના નેતાઓને પોતાનામાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ હવે ભાજપ દ્વારા પણ આમ આદમી પાર્ટીના નેતાઓને પોતાના તરફ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરત જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ બટુક વડોદરિયા પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જઈ રહ્યા છે. આજે સાંજે અમદાવાદ કમલમ ખાતે સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેઓ ભાજપનો ખેસ પહેરશે.

આપ પાર્ટીમાં આંતરિક રોષ
આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠિયાની કેટલીક નીતિઓના કારણે રોષ જોવા મળી રહ્યો છે. બટુકભાઈએ કહ્યું કે, પાર્ટીની અંદર મોટા નેતાઓની હવે રણનીતિ શરૂ થઈ ગઈ છે. મનોજ સોરઠીયા આપના કાર્યકર્તાઓના નિશાના ઉપર આવી રહ્યા છે. સંગઠનમાં માત્ર મારા મારા ને આગળ કરવાની નીતિને લઈને નુકસાન થઈ રહ્યું હોય તેવું દેખાય છે. આ પ્રકારનો ગણગણાટની અંદર જ જોવા મળી રહ્યો છે.મનોજ સોરઠીયા અને ગોપાલ ઇટાલીયા સંગઠનાત્મક કામગીરીમાં પોતાના નજીકના માણસોની ગોઠવણ કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

પક્ષમાં કોઈ સાંભળતુ નથી-બટુકભાઈ
બટુક વડોદરિયાએ જણાવ્યું કે આપ પાર્ટી હવે આમ આદમીની રહી નથી. પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓને સાંભળવા નેતાઓ તૈયાર નથી. મનોજ સોરઠીયા અને ગોપાલ ઇટાલીયા ની ટીમ દ્વારા અમારા જેવા કાર્યકર્તાઓને હાસ્યમાં ધકેલવાનું કૃત્ય કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી હું રજૂઆતો કરતો રહ્યો છું પરંતુ મારી વાત મનોજ સોરઠીયા કે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પણ સાંભળી નથી અમને દુઃખ છે.

પક્ષવિરોધી પ્રવૃતિઓ તેઓ કરતાં-આપ
આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના સંયોજક રામ ધડુકે જણાવ્યું કે ઘણા સમયથી અમને લાગતું હતું કે તેઓ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે પક્ષના અંદરના કાર્યકર્તાઓમાં ઝઘડા કરાવી રહ્યા હોવાની પણ અમને ઘણી વખત ફરિયાદો મળી છે અને તેના આધારે અમે તેમને સસ્પેન્ડ કર્યા છે. ભાજપના નેતાઓ સાથે સતત સંપર્કમાં રહેતા હતા. પાર્ટીમાં તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવે છે કોઈને હાસ્યમાં ધકેલાયા નથી. આ માત્ર તેમના વ્યક્તિગત હિતને લઈને નિર્ણય લીધો છે.