તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:​​​​​​​સુરતના ડિંડોલીથી બહેનને મળવા બારડોલી મોપેડ પર જતા યુવકનું પતંગના દોરાથી ગળું કપાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

​​​​​​​સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા યુવકની સારવાર શરૂ કરવામાં આવી હતી. - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા યુવકની સારવાર શરૂ કરવામાં આવી હતી.
  • સિવિલ હોસ્પિટલમાં માઈનોર ઓપરેશન કરવામાં આવ્યું

સુરતના ડિંડોલી મિલેનિયમ પાર્કમાં રહેતો યુવક બારડોલી બહેનને મળવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પતંગના દોરાથી ગળે ઈજા પહોંચી હતી. મોપેડ પર જઈ રહેલો અર્પિત સંજય અગ્રવાલને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.10થી 12 સેન્ટિમીટર ઊંડો અને 12 ટાંકા આવે તેવા ઘા વાગતાં સિવિલની માઈનોર ઓપરેશન થિએટરમાં સારવાર કરવામાં આવી હતી.

ગળાના ભાગે ઊંડો ઘા હોવાથી ટાંકા લેવામાં આવ્યાં હતાં.
ગળાના ભાગે ઊંડો ઘા હોવાથી ટાંકા લેવામાં આવ્યાં હતાં.

108માં સિવિલ ખસેડાયો
બહેનને મળવા જતા અર્પિત સંજય અગ્રવાલ (ઉ.વ.આ.22) રહે. ડિંડોલી મિલેનિયમ પાર્ક પતંગના દોરાથી ગળું કપાઈ જતા 108માં સિવિલ ખસેડાયો હતો. પીડિત અર્પિત અગ્રવાલ ફાયર સેફટીના કામકાજ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આજે મકરસંક્રાંતિએ અર્પિત મોપેડ ઉપર મિત્રને લઈ બહેનને મળવા જતા દુર્ઘટનાનો ભોગ બન્યો હતો.

સિવિલમાં ઓપરેશન કરાયું
મિત્રોએ જણાવ્યું હતું કે, ઘટના લગભગ 12 વાગ્યાની આજુબાજુ બની હોય એમ કહી શકાય છે. ગળુ ગંભીર રીતે કપાઈ જતા હાલ અર્પિતને ઓપરેશનમાં લેવાયો છે. એની સાથે જે મિત્ર હતો તેણે જણાવ્યું હતું કે, દોરો આંખ સામે આવી જતા અર્પિત દોરો હટાવવા જતા મોઢા પરથી રૂમાલ હતી ગયો હતો અને દોરાએ ગળું ચીરી નાખ્યું હતું. જોકે તાત્કાલિક 108ને કોલ કરી અર્પિતને સિવિલ લઈ આવતા હાલ તબિયત સાધારણ છે.10-12 સેન્ટિમીટરનો ઘા અને 10 થી 12 ટાકા આવી શકે એવી શક્યતા છે.