તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોધારૂં નવજાત:સુરતના ડીંડોલીમાં ઘરમાં ડિલિવરીના ચાર કલાક બાદ ખેંચ આવતાં માતાનું મોત, બાળક તંદુરસ્ત

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડિલિવરની ચાર જ કલાકમાં સંતાનને જન્મ આપી માતાનું મોત નીપજ્યું હતું. - Divya Bhaskar
ડિલિવરની ચાર જ કલાકમાં સંતાનને જન્મ આપી માતાનું મોત નીપજ્યું હતું.
  • પહેલી ડિલિવરી ઘરે થયા બાદ બીજી ડિલિવરી પણ ઘરે જ થયા બાદ મોત થતાં પ્રશ્નો ઉભા થયા

નવાગામ ડિંડોલી વિસ્તારમાં ઘરમાં પ્રસુતિના 4 કલાક બાદ માતાને ખેંચ આવી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી.માતાના મોત બાદ પણ નવજાત બાળક તંદુરસ્ત અને સામાન્ય છે.

ડિલિવરી બાદ ચા બિસ્કીટ ખાધા હતા
નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતી રેણુ મુકેશ પાંડે (ઉ.વ.આ.30)ના યોગેશ્વર નગરમાં રહેતા હતાં. મૂળ યુપી વાસી પરિવાર છે. રેણે ત્રણ ચાર મહિના પહેલા જ વતન યુપીથી સુરત આવી હતી. રેણુને આજે સવારે 8 વાગે પ્રસુતિનો દુઃખાવો ઉપાડ્યો હતો. 9:10 વાગ્યે રેણુએ પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં પ્રસૂતાએ ચા ને બિસ્કિટ ખાધા હતાં.

ઘરના સભ્યોએ જ ડિલિવરી કરાવેલી
રેણુએ પુત્રને જન્મ આપ્યા બાદ બનેવીએ નાળ કાપી માતા પુત્રને અલગ કર્યા હતાં.રેણુના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતાં. પહેલી ડિલિવરી ઘરે થઈ હતી. જે સંતાન આજે 7 વર્ષનું છે. બીજી પ્રસુતિ બાદ મોતને લઈ પ્રશ્નો ઉભા થયા છે.પહેલી પ્રસુતિ પણ ઘરમાં જ થઈ હોવાનું બનેવી આલોક દૂબેએ જણાવ્યું હતું.સાસુ અને પતિએ પ્રસુતિ બાદ સાફ સફાઈ કરી હતી.માતાના મોત બાદ પણ નવજાત બાળક તંદુરસ્ત હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો